હિન્દુ પંચાગમાં આવતી કુલ 24 એકાદશીમાંથી દેવઊઠી એકાદશીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ વિષ્ણુ ભગવાનની પૂજા માટે સમર્પિત છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની અગિયારસે ઉજવાય છે. દેવઊઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ નિદ્રામાંથી જાગે છે. ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે, ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને સુખ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.
આ વર્ષે દેવઊઠી એકાદશી 12 નવેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને આ દિવસે અમુક કાર્ય કરે છે તો તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ શકે છે, તો ચાલો જાણીએ તે વિશેષ કાર્ય કયા છે.
દેવઊઠી એકાદશી પર આ કાર્ય અવશ્ય કરો
આ શુભ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પવિત્ર સ્નાન કરો.
આ શુભ તિથિની સવારે વિષ્ણુ ભગવાનને તેમના વૈદિક જાપ કરીને જગાડો.
આ દિવસે વહેલી સવારે “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરો.
આ દિવસે સૌથી પહેલા તમારી હથેળીઓ જોઈને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને તેમને વંદન કરો.
હથેળીઓ તરફ જોઈને, “કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિન્દઃ પ્રભાતે કર્દર્શનમ્ આ મંત્રનો જાપ કરો.
આ કાર્યના ફાયદા
સનાતન ધર્મની માન્યતા અનુસાર, આ વસ્તુઓ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ધીમે ધીમે બદલાવા લાગે છે અને તેને જીવનભર કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. સાથે ધન-સંપત્તિમાં પણ દિવસ-રાત વૃદ્ધિ થાય છે. જેથી આ શુભ અવસર પર આ કાર્ય કરવાનો પ્રયાસ કરો. આ દિવસે વ્રત કરનાર ભક્તોને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. ઉપરાંત ઘરમાં માતા લક્ષ્મીની સાથે દેવી તુલસીનો કાયમ વાસ રહે છે.
દેવઊઠી એકાદશીનો શુભ મુહૂર્ત
દેવઊઠી એકાદશી કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના રોજ એટલે 11 નવેમ્બર 2024ના રોજ સાંજે 06:46 વાગ્યે શરૂ થશે અને 12 નવેમ્બર 2024ના રોજ સાંજે 04:04 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને 12 નવેમ્બરે દેવઊઠી એકાદશી વ્રત રાખવામાં આવશે. તો બીજા દિવસે તુલસી વિવાહનો તહેવાર પણ ઉજવાય છે.