વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રને ઐશ્વર્ય, સુખ અને વૈભવના દાતા માનવામાં આવે છે. પંચાંગ અનુસાર આવતા મહિને એટલે કે 7 નવેમ્બર 2024ના રોજ શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના ગોચરથી આવનારા દિવસોમાં ત્રણ રાશિઓ પર અશુભ અસર થશે જેથી તેમની મુશ્કેલીઓ વધવાની છે. દિવાળી બાદ કઈ રાશિના ખરાબ દિવસો આવવાના છે તે જાણીશું.
મેષ
શુક્રના ગોચરથી મેષ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. લવ લાઈફમાં થોડા દિવસો સુધી સતત સમસ્યાઓ રહેશે. તમારા જીવનસાથી સાથે જૂની બાબતોને લઈને વાદ વિવાદ થઈ શકે છે. વાતચીત કરવાની ક્ષમતાના અભાવને કારણે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે. શિક્ષકોની નારાજગીનો પણ સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોને સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. રોકાણ કરવું યોગ્ય સાબિત નહીં થાય, તેમાં નુકસાન થવાની શક્યતા છે.
ધન
આ રાશિના લોકોને દિવાળી બાદ ગંભીર ઈજા થઈ શકે છે. તમારે ઘણા દિવસો સુધી સતત હોસ્પિટલના ચક્કર લગાવવા પડશે. જેના કારણે માનસિક તણાવ રહેશે. આ સમયે કરવામાં આવેલા રોકાણથી ભારે નુકસાન થઈ શકે છે. વ્યાપાર વિસ્તરણ માટે બનાવેલી યોજનાઓ પણ પૂરી નહીં થાય. નોકરી કરતા લોકોને આગામી થોડા દિવસોમાં આર્થિક નુકસાન થઈ શકે છે.
કુંભ
આ રાશિ પર પણ નકારાત્મક અસર થવાની છે. નોકરી કરતા લોકોને કોઈ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ મૂકવો મોંઘો સાબિત થઈ શકે છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. કરિયરમાં ઉન્નતિની કોઈ તક મળશે નહીં, જેના કારણે યુવાનોનું મન પરેશાન રહેશે. માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જૂની બીમારી વૃદ્ધોને પરેશાન કરી શકે છે.