જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે, મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે.
1. અંકરાશિ
તમારા મૂળાંકના આધારે તમારો આજનો દિવસ કેવો રહેશે તે જાણો આજની અંકરાશિમાં
2. મૂળાંક 1
મૂળાંક 1 વાળા માટે આજનો દિવસ શુભ રહેશે. આર્થિક પ્રગતિ થવાથી મન પ્રસન્ન રહેશે. મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. માતાનો સહયોગ મળશે. ધંધામાં વૃદ્ધિ થશે. વ્યાપારિક લાભમાં વધારો થશે. મિત્રોનો સહયોગ મળશે.
3. મૂળાંક 2
મૂળાંક 2 વાળાઓને આજે સાવચેત રહીને દિવસ પસાર કરવો જોઈએ. પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે. અતિઉત્સાહી બનવાથી બચવું. ધૈર્ય રાખવું. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યાપારમાં ફાયદાની તકો મળશે. આત્મવિશ્વાસથી તમારા અટકેલા કામ બનશે. તમારા જીવનસાથી પર નજર રાખો.
4. મૂળાંક 3
મૂળાંક 3 ને આજે જીવનસાથીના સહયોગથી પ્રગતિ મળી શકે છે. આર્થિક લાભમાં વધારો થશે. પરંતુ કોઈ બીજાના સ્થાન પર જવાનું થઈ શકે છે. આવકમાં વધારો થશે. મનમાં ઉતાર-ચઢાવ રહેશે. અમુક જાતકોને ક્લાઈન્ટની ડિમાન્ડ પર પ્રોજેક્ટ પર ફરીથી કામ કરવાની જરૂર પડી શકે છે.
5. મૂળાંક 4
મૂળાંક 4 વાળાને આજે સાધનના ઉપયોગમાં સાવચેતી રાખવાની જરૂર છે. આજે કોઈની પણ સાથે વાતચીતમાં ધ્યાન રાખો. બેલેન્સ બનાવીને ચાલો. ધનનું આગમન થશે, પરંતુ નુકસાન પણ થઈ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નોકરીમાં બદલાવ થઈ શકે છે. ઉચ્ચયધીકારીઓનો સહયોગ મળશે.
6. મૂળાંક 5
નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. વધારે ખર્ચના કારણે મન પરેશાન થઈ શકે છે. ધંધામાં વૃદ્ધિ થઈ શકે છે. કાર્યસ્થળ પર વધારે મહેનત કરવી પડી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
7. મૂળાંક 6
મૂળાંક 6 વાળાઓને આજે આત્મવિશ્વાસમાં ખામી રહેશે. નોકરીમાં બદલાવની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં પણ બદલાવ થઈ શકે છે. પરંતુ આવકમાં પણ વૃદ્ધિ થશે. શિક્ષાથી જોડાયેલા કાર્યોમાં સફળતા થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે.
8. મૂળાંક 7
મૂળાંક 7 વાળા માટે આજના દિવસે ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. ગુસ્સાથી બચવું. કાર્યસ્થળ પર વધારે જવાબદારીના કારણે મન અશાંત થઈ શકે છે. શૈક્ષિક કાર્યોમાં સફળતા મળશે, બૌદ્ધિક કર્યોથી આવકમાં વધારો થશે. ખર્ચ પણ વધશે.
9. મૂળાંક 8
મૂળાંક 8 વાળાનું મન પ્રસન્ન રહેશે. માતા-પિતાનો સપોર્ટ મળવાથી પ્રેમ લગ્નમાં બદલાઈ શકે છે. ક્યાંય અટકેલું ધન મળી શકે છે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં બદલાવ થઈ શેક છે. ધંધામાં મુશ્કેલી આવી શકે છે.
10. મૂળાંક 9
મૂળાંક 9 વાળા માટે આજે નોકરીમાં પ્રગતિના માર્ગ મોકળો થશે. શાસન-સત્તાનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં બદલાવ થઈ શકે છે. વિદેશ જવાની તક મળશે. પૈસા સમજી વિચારીને ખર્ચ કરવા.
