ગુપ્ત નવરાત્રી દરમિયાન 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ જેથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે.
1. દેવી દુર્ગાને સમર્પિત છે ગુપ્ત નવરાત્રી
Gupt Navratri 2025: માઘ (મહા) ગુપ્ત નવરાત્રીની શરૂઆત 30 જાન્યુઆરી એટલે કે આજથી થઈ રહી છે. ગુપ્ત નવરાત્રી 7 ફેબ્રુઆરીએ પારણા સાથે સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રીનો પવિત્ર તહેવાર દેવી દુર્ગાને સમર્પિત હોય છે અને દર વર્ષે બે વાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો દસ મહાવિદ્યાઓની પૂજા કરે છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉપવાસ કરે છે.
2. ગુપ્ત નવરાત્રીના ખાસ ઉપાય
એવી માન્યતા છે કે ગુપ્ત નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવાથી અને કેટલાક ખાસ ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને લગ્નજીવનની સમસ્યાઓ દૂર થાય છે. એવામાં દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
3. ઘરમાં રહેશે સકારાત્મક ઉર્જા
માઘ ગુપ્ત નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ. રોજ પૂજા દરમિયાન દેવી દુર્ગાને ફળો અર્પણ કરો અને કન્યાઓને પ્રસાદ વહેંચો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને દેવી દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
4. લગ્નજીવનમાં ખુશીઓ લાવશે
લગ્નજીવનને સુખી બનાવવા માટે ગુપ્ત નવરાત્રી દરમિયાન મા દુર્ગાને 16 શણગાર અર્પણ કરો અને સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો. આ ઉપાય કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને લગ્ન જીવનમાં પ્રેમ અને સમર્પણ જળવાઈ રહે છે.
5. ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો
ગુપ્ત નવરાત્રી દરમિયાન, એક ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો મૂકીને તેને દેવી દુર્ગાને અર્પણ કરો. આમ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને આવકના નવા સ્ત્રોત બનશે.
6. અટકેલાં કામો પૂર્ણ થશે
માઘ ગુપ્ત નવરાત્રી દરમિયાન નિયમિતપણે દુર્ગા ચાલીસાનો પાઠ કરો. આનાથી અટકેલાં કામો પૂર્ણ થાય છે સાથે જ નાણાકીય લાભના પણ યોગ બને છે.
7. માઘ ગુપ્ત નવરાત્રી 2025 ની તિથિ અને શુભ મુહૂર્ત
પંચાંગ મુજબ, માઘ શુક્લ પ્રતિપદા તિથિ 29 જાન્યુઆરી, 2025 ના રોજ સાંજે 6:05 વાગ્યે શરૂ થશે અને 30 જાન્યુઆરી, 2025 ના રોજ સાંજે 4:01 વાગ્યે સમાપ્ત થશે.