મહાશિવરાત્રિ આ વર્ષે 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર ભગવાન શિવ અને પાર્વતીજીના આ દિવસે વિવાહ થયા હતા.
1. મહાશિવરાત્રિ 2025
મહાશિવરાત્રિના દિવસે જે જાતક વ્રત કરે છે તેના જીવનમાં ભગવાન ભોલેનાથ સુખ અને સમૃદ્ધિ આપે છે.
2. વસ્તુ અર્પણ
એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને અમુક વસ્તુઓ અર્પણ કરવી ખૂબ શુભ મનાય છે. તેના લીધે જીવનમાં રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.
3. ધતૂરો
મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ધતૂરો અર્પણ કરવો જોઈએ. કહેવાય છે કે ભગવાન શિવને ધતૂરો ખૂબ પ્રિય છે.
4. દૂધ
મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો દૂધથી રુદ્રાભિષેક કરવો જોઈએ આ દિવસે રુદ્રાભિષેકનું વિશેષ મહત્ત્વ હોય છે. આમ કરવાથી જીવનથી દરેક સમસ્યા દૂર થાય છે.
5. બીલીપત્ર
શિવજીનું અતિપ્રિય બીલીપત્ર મનાય છે. શિવજીને બીલીપત્ર અર્પણ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તે 3 પાંદડાવાળું આખું હોવું જોઈએ.
6. કેસર
લાલ કેસરથી શિવજીનું તિલક કરવાથી જીવનમાં સૌમ્યતા આવે છે અને માંગલિક દોષ સમાપ્ત થાય છે.
7. અત્તર
શિવલિંગ પર અત્તર છાંટવું શુભ માનવામાં આવે છે. અત્તર છાંટવાથી મનની શુદ્ધિ થાય છે અને તામસી પ્રકૃતિથી મુક્તિ મળે છે. ભોલે બાબા પર અત્તર છાંટવાથી સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે.
8. ભાંગ
ભગવાન શિવનો ભાંગ સાથે ગાઢ સંબંધ છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન વખતે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે પણ ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે.