માઘ(મહા) મહિનાની છઠની તિથિને ષષ્ઠી તિથીના દીવસે સ્કંદ ષષ્ઠીનું વ્રત રાખવામાં આવે છે. ભગવાન સ્કંદને સુબ્રમણ્યમ, કાર્તિકેયન અને મુરૂગન જેવા નામથી પણ જાણવામાં આવે છે. માઘ ષષ્ઠીનો દિવસ ભગવાન કાર્તિકેયને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત રાખવાથી જાતકોની બધી મનોકામના પૂરી થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. આવો જોઈએ માઘ સ્કંદ ષષ્ઠી વ્રતની પૂજા-વિધિ અને શુભ મુહૂર્ત વિશે.
પૂજાનું મુહૂર્ત
પંચાંગ અનુસાર ષષ્ઠી તિથી 3 ફેબ્રુઆરી સવારે 06:52 મિનિટથી શરૂ થશે જે 4 ફેબ્રુઆરી ના રોજ સાંજના 04:37 મિનિટ સુધી રહેશે. ઉદય તિથી અનુસાર 03 ફેબ્રુઆરીના દિવસે ષષ્ઠીનું વ્રત રાખવાં આવશે. આ દિવસે સાધ્ય યોગ 4 ફેબ્રુઆરીના સવારના 03:03 સુધી રહશે અને રવિ યોગ સવારે 07:08 વાગ્યાથી રતન 11:16 સુધી રહેશે.
છઠની પૂજા વિધિ
સવારે ઊઠીને સ્નાન કરીને મંદિરની સફાઈ કરો
ભગવાન કાર્તિકેયને જળ અભિષેક કરો
પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરો
ભગવાનને ફૂલ, માળા, અક્ષત, નારાછડી, સિંદૂર, ચંદન વગેરે અર્પણ કરો.
મંદિરમાં ઘી નો દીવો કરો
પૂરી શ્રદ્ધા સાથે ભગવાન
કાર્તિકેયની આરતી કરો
પ્રભુને શ્રદ્ધા મુજબ ભોગ ધરાવો
અને છેલ્લે પ્રભુને પ્રાર્થના કરો
આ મંત્રનો જાપ કરો
देव सेनापते स्कंद कार्तिकेय भवोद्भव।
कुमार गुह गांगेय शक्तिहस्त नमोस्तु ते॥