દરેક લોકો હાલ દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત છે. બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. એવામાં આજે ગુરૂ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. આ યોગમાં પ્રોપર્ટી, દાગીના, વાહન ઈલેક્ટ્રોનિક સામાન ખરીદવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો આજના દિવસે ખરીદી માટે શુભ મુહૂર્ત કયું છે.
ગુરૂ પુષ્પ નક્ષત્ર 2024 પર ખરીદીનું શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર આજે સવારે 11.38 વાગ્યાથી આવતી કાલે એટલે કે 25 ઓક્ટોબર બપોરે 12.35 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્રનો સંયોગ છે. આ નક્ષત્રમાં શનિનુ વર્ચસ્વ છે. પરંતુ તેનો સ્વભાવ ગુરૂ જેવો છે.
આજના દિવસે સોનાના ઘરેણા, હીરા, મૂર્તિ, પ્રોપર્ટી, વાહન, ઈલેક્ટ્રિક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. શનિ પુષ્ય નક્ષત્રનો સ્વામી હોવાથી સ્થાયી સંપત્તિ એટલે કે જમીન, મકાન, ધંધાકીય વસ્તુઓ ખરીદવી વધારે શુભ સાબિત થશે.
બની રહ્યા છે આ 5 શુભ સંયોગ
ગુરૂ પુષ્પ નક્ષત્ર ઉપરાંત આજના દિવસે કુલ 5 બીજા શુભ સંયોગ પણ બની રહ્યા છે. સાધ્ય યોગ, ગુરૂ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યા છે આ પાંચેય યોગ આખો દિવસ રહેશે.