નવા વર્ષની શરૂઆત પહેલાં જ આવશે આ રાશિઓના જાતકોના ‘અચ્છે દિન’. ડિસેમ્બર મહિનામાં લકઝરી લાઈફ સ્ટાઇલ અને વૈભવના કારક ગણાતો શુક્ર કરશે રાશિ પરિવર્તન અને આ રાશિના જાતકો પર વરસાવશે ધન . જાણો કઈ રાશિઓને મળશે આનો લાભ.
1. શુક્ર થશે ગોચર
ડિસેમ્બર મહિનામાં શુક્રના ગોચરનો પ્રભાવ અમુક રાશિઓ પર વિશેષ પડશે. આ ગોચર અમુક રાશિઓ માટે ખૂબ લકી સાબિત થશે. શુક્રને વૈભવનો કારક માનવામાં આવે છે ત્યારે નવા વર્ષમાં આ ગોચરથી લોકોને વેપારમાં સફળતા મળશે તો સાથે પારિવારિક જીવન પણ સુખમય રહેશે. શુક બે વાર રાશિ બદલશે પહેલા ધનુમાંથી મકર રાશિમાં અને બીજી વાર મકરથી કુંભ રાશિમાં જશે. કુંભમાં શુક્ર અને શનિની યુટી ઘણી ફાયદાકારક બનશે ત્યારે આ રાશિઓને બમણો લાભ મળશે.
2. મેષ
મેષ રાશિના જાતકો માટે શુક્રનું કુંભ રાશિમાં પરિવર્તન વરદાન સમાન રહેશે. શુક્રનું પરિવર્તન આ રાશિના જાતકો માટે સારા દિવસો લઈને આવશે. નોકરીમાં પ્રમોશન અને આર્થિક સ્થિતમાં સુધારો આવશે, નવો વેપાર કરવાવાળાને પણ સફળતા મળશે.
3. વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન ઘણું લાભદાયક રહેશે. આ રાશિના જાતકોને નોકરી અને કારીએમ પ્રમોશન મળવની તક ઊભી થાય એમ છે. નવી નોકરી મળી શકે છે તો બોસ તમારી પ્રશંસા પણ કરશે. ભાગ્ય તમારું સાથ આપશે જેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર દેખાશે. તમને માન-સન્માન મળશે અને જીવનસાથી સાથે સંબંધ પ્રેમ ભર્યા રહેશે.
4. તુલા
શુક્રના કુંભ રાશિમાં ગોચરથી તુલા રાશિના જાતકો માટે શુભ અને ફળદાયી રહેશે પણ પ્રેમ સંબંધમાં થોડું સાચવવું. આ ઉપરાંત જમીન, મકાન, વાહન સંબંધિત કામ થશે, માતા સાથે સંબંધ મધુર રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે.જે લોકો સરકારી નોકરી કે વેપાર સાથે જોડાયેલા છે તેમણે વિશેષ લાભ મળશે નહીં પણ વધુ પગાર મળવાની સંભાવના છે.
5. મકર
શુક્રના કુંભ રાશિમાં ગોચર થવાથી ધન અને સુખની પ્રાપ્તિ થશે. પતિ-પત્ની એક બીજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ બનવી રાખવાના પ્રયત્ન કરે. વિદેશથી કોઈ સારા સમાચાર મળશે. પત્નીના નામે કરેલા રોકાણ પર ફાયદો મળી શકે તેમ છે તો પાર્ટનરશિપથી સાવચેત રહેવું.
6. કુંભ
કુંભ રાશિના જાતકોને સૌથી વધુ ધન લાભ મળશે. જીવનસાથી કે પ્રેમી સાથે ફરવા જવાનું થઈ શકે છે. નવી તકો ઊભી થઈ શકે છે.
