હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની જો ભક્તિભાવ પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે તો બુધ દેવ અને સાથે ગણપતિ ભગવાન પણ ખુશ થાય છે. ગણપતિ વિઘ્ન હર્તા અને સુખ કર્તા છે જો તેમની કૃપા વરસે તો નોકરી કે વેપારમાં ઇચ્છિત પરિણામ મળે છે સાથે જ આવક અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જ્યોતિષીઓ આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે પણ ગણેશ પૂજનની સલાહ આપતા હોય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં બુધવારના દિવસે વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી કિસ્મત ચમકે છે અને સાથે જ ધનને લગતી સમસ્યાઓનો અંત આવે છે. જો તમે પણ તમારા કરિયરમાં પ્રગતિ કરવા માંગો છો તો બુધવારના દિવસે ભક્તિભાવ પૂર્વક ગણેશની પૂજા કરવી જોઈએ સાથે જ પૂજાના સમયે કરવા જોઈએ આ ઉપાયો.
બુધવારના ઉપાય
જો તમે આર્થિક સંકડામણથી છુટકારો મેળવવા માંગો છો તો બુધવારના દિવસે સ્નાન વગેરે પતાવીને શ્રદ્ધાથી ભગવાન ગણેશની પૂજા કરો. પૂજામાં ભગવાન ગણેશનો શેરડીના રસથી અભિષેક કરો, આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ તુરંત પ્રસન્ન થાય છે.
જો તમે ગણેશજીને પ્રસન્ન કરવા માંગો છો તો બુધવારના દિવસે શમીના પણ ભગવાનને અર્પણ કરો અને “वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥” મંત્રનો પાઠ કરો.
જો તમે વસ્તુ દોષનું નિવારણ ઈચ્છો છો તો બુધવારના દિવસે સ્નાન વગેરે પતાવીને સંપૂર્ણ વિધીસાથે પૂજા કરીને ભવન શ્રી કૃષ્ણને વાંસળી અર્પણ કરો અને ત્યારબાદ તે વાંસળી ઉત્તર દિશામાં રૂમમાં મૂકી દો. આ ઉપાય કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે.
જો તમે વેપારમાં તરક્કી ઇચહઓ છો તો બુધવારના દિવસે પૂજાના સમયે ભગવાન ગણેશને અતિપ્રિય એવા 11 કે 212 દૂર્વા અર્પણ કરો. દૂર્વા અર્પણ કરતી વખતે ગણેશ સ્તુતિ અવશ્ય કરો, આ નાનકડો ઉપાય કરવાથી પણ તમને વેપારમાં ઘણી સફળતા મળશે.
ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે બુધવારના દિવસે પૂજામાં મકાઇ, ઘઉ, બાજરો, ચોખા, લીલા શાકભાજી, લીલા ફળ વગેરેનું દાન કરો. આ ઉપાય કરવાથી બુધદેવની વિશેષ કૃપા થાય છે.
જો તમે બુધ દેવની કૃપા મેળવવા માંગો છો તો બુધવારના દિવસે ગાયના કાચા દૂધમાં દૂર્વા મિશ્રિત કરીને ભગવાન ગણેશનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.