ભારતીય મૂળના અરબપતિ અને ઉદ્યોગપતિ પંકજ ઓસવાલની 26 વર્ષીય દિકરી વસુંધરા ઓસવાલ અત્યારે બરાબર ચર્ચામાં છે.
1. વસુંધરા આ માટે ચર્ચામાં
વસુંધરા આ માટે ચર્ચામાં છે કેમ કે યુગાંડામાં તેની ધરપકડ કરવામાં આવી છે. દિકરીને સંકટમાં જોઇ પંકજએ સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરી છે.
2. શું છે મામલો
મામલો જોઇએ તો યુગાંડા મિડિયા રિપોર્ટસ અનુસાર વસુંધરા એક શેફના અપહરણ અને તેની હત્યાના મામલાના કેસમાં જોડાયેલ કહેવાય છે.
3. આ પણ કહેવાય છે
રિપોર્ટસનુ માનીએ તો આ પણ કહેવાય છે કે તે ફાઇનેંશિયલ ફ્રોડમાં પણ સામેલ હોઇ શકે છે.
4. ગેરકાનૂની
તેમજ તેના પિતા દ્વારા કરાયેલી અપીલમાં દાવો કરાયો છે કે દિકરીને ગેરકાયદે રીતે ધરપકડ કરવામાં આવી છે.
5. પરિવારનો દાવો
પરિવારનો દાવો છે કે વસુંધરાને 1 ઓક્ટોબરે 20 હથિયારબંધ લોકોએ હિરાસતમાં લીધી હતી. દાવો કરાયો છે કે આ લોકો પાસે કોઇ વોરંટ ન હતુ અને આઇડી પ્રુફ પણ ન હતું.
6. ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ
તમને જણાવી દઇએ કે 1999મા જન્મેલી વસુંધરાએ સ્વિસ વિશ્વ વિદ્યાલયમાં ફાઇનેસમાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે.
7. કંપની
વસુંધરા ઓસવાલ પ્રો.ઇડસ્ટ્રીઝની કાર્યકારી નિર્દેશક છે. જે ઓસવાલ ગ્રૃપ ગ્લોબલનો હિસ્સો છે.
8. કંપની શું કરે છે
પ્રો.ઇંડસ્ટ્રીઝ આફ્રીકાની પ્રથ્યાત અત્યાધુનિક ઇથેનોલ પ્રોડક્શન ફર્મ છે.
9. પોતે સ્થાપના કરી
ગ્રેજ્યુએશનના સેકંડ વર્ષ દરમિયાન વસુંધરાએ આ કંપનીની સ્થાપના કરી હતી.