કોઈ કપલ બર્થડેના દિવસે અંગત પળો વિતાવતું હોય અને પ્રાઈવેટ રુમ બહાર અજાણ્યા મહેમાનો આવી જાય તો કેવું લાગે? તમે કહેશો કે મજા બગડી જાય પરંતુ આ કપલને મજા પડી કારણ કે તેમની પ્રાઈવેટ રુમની બહાર વરુઓનું એક મોટું ઝૂંડ આવ્યું હતું અને આ જોઈને કપલને ખૂબ આનંદ પડ્યો, તેમને વરુઓને જોવાની મજા માણી હતી. સામાન્ય રીતે વરુઓ બહુ ઓછા દેખાય છે પરંતુ અહીંયા એક-બે નહીં પરંતુ આખું ઝૂંડ રુમ બહાર ઊભેલું જોઈને કપલ આનંદથી નાચી ઉઠ્યું.
બારી ખોલીને જોતાં દેખાયું વરુઓનું ઝૂંડ
કેનેડાના ક્વિબેકમાં મીચી જુલ્સ અને તેની પત્ની માયા બર્થડે મનાવવા ક્વિબેકમાં એક પ્રાઈવેટ રુમ લઈને અંગત પળો માણી રહ્યાં હતા ત્યારે રાતે કોઈ પ્રાણીના રડવાનો અવાજ આવતાં તેમને નવાઈ લાગી અને પછી તરત તેમણે બારી ખોલીને જોતાં તેમને 9 વરુઓનું એક ઝૂંડ ઊભેલું દેખાયું હતું જેઓ મોટા અવાજે રડી રહ્યાંનો અવાજ કાઢી રહ્યાં હતા. વરુઓ તેમની કેબિનની બહાર ભેગા થયા હતા, તેઓને આ વિસ્તારમાં વરુઓની હાજરી વિશે ચેતવણી આપવામાં આવી હતી,
NEW: Pack of nine wolves surrounds a New Jersey couple's cabin in Quebec, Canada, while on vacation
Michee Jules, 34, and his wife Maya Jules, 33, visited Quebec, Canada, in February to celebrate Michee's birthday
They had been warned about wolves in the area but didn't expect… pic.twitter.com/o9GPCLK6oA
— Unlimited L's (@unlimited_ls) October 16, 2024
શું કહ્યું કપલે
મિચીએ કહ્યું કે આ પ્રાણીઓને નજીકથી જોવું એ આનંદદાયક અનુભવ હતો. મને પ્રાણીઓ માટે ઊંડો પ્રેમ છે. દંપતી એક અઠવાડિયા સુધી કેબિનમાં રહ્યા અને રોજેરોજ વરુઓને જોવાનો આનંદ લીધો. કપલનું કહેવું છે કે અમે વિશ્વાસ નથી કરી શકતા કે અમે આટલી નજીકની વરુઓને વારંવાર જોયા.
કેનેડા બીજા નંબરનો સૌથી વધુ વરુ ધરાવતો દેશ
કેનેડા વરુઓની મોટી વસ્તીનું ઘર છે, જે રશિયા પછી વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું છે. ઈન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેર મુજબ, કેનેડામાં 50,000 થી વધુ ગ્રે વરુઓ છે. કેનેડાની અંદર, વરુઓની ઘણી પ્રજાતિઓ છે જે તેમની ઐતિહાસિક શ્રેણીના આશરે 90 ટકા હિસ્સો ધરાવે છે.