મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર જેટલી એક્ટિવ રહે છે તેટલી જ તેની પર્સન લાઈફને લઈને પણ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. તેના સંબંધોને લઈને હંમેશા ચર્ચા થતી રહેતી હોય છે. તેણે તેનાથી નાની ઉંમરના અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ ઘણા સમય સુધી તે રિલેશનશિપથી દૂર રહી હતી ત્યારે ગઇકાલે મોડી રાતે તેના મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ તે સ્પોટ થઈ હતી અને તે કોઈના હાથમાં હાથ નાખીને જોવા મળી હતી બસ ત્યારથી જ તેના નવા રિલેશનશિપ વિશે ચર્ચાએ જોર પકડયું છે.
ફેશન ડિઝાઇનર અને ફિલ્મ નિર્માતા છે વિક્રમ ફડનીસ
મોડી રાત્રે, મલાઈકા અરોરા મિત્રો સાથે પાર્ટી કર્યા પછી પાપારાઝી દ્વારા જોવા મળી. આ દરમિયાન મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં, મલાઈકા ફેશન ડિઝાઇનર અને ફિલ્મ નિર્માતા વિક્રમ ફડનીસનો હાથ પકડીને ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. આ સાથે, તેના કેટલાક અન્ય મિત્રો પણ તેની પાછળ મસ્તી કરતા જોવા મળે છે.
બ્લેક વનપીસમાં સ્ટનિંગ લાગી રહી મલાઇકા
મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ તેના નવા સંબંધ વિશે પંચાત શરૂ કરી દીધી. જોકે મલાઈકા અને વિક્રમ ખૂબ જૂના અને ખૂબ સારા નજીકના મિત્રો છે. મલાઈકા અને વિક્રમે ઘણી વખત સાથે કામ કર્યું છે. મલાઈકા અરોરાના લુકની વાત કરીએ તો તે હોટ બાર્બી લુકમાં જોવા મળી હતી. ખુલ્લા વાળ અને ન્યુડ મેકઅપ મલાઈકાના પાર્ટી લુકમાં આકર્ષણ ઉમેરી રહ્યા હતા. આ સાથે, મલાઈકા બ્લેક વન પીસ બોડીકોન ડ્રેસમાં પોતાના કિલર ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. મલાઈકાએ બુટ વડે પોતાનો આખો લુક હાઇલાઇટ કર્યો.