હિન્દી સિનેમાના 90 ના દશકના જાણીતા ગાયક જે પોતાના મખમલી અવાજને લીધે લોકોમાં પ્રિય છે તેમણે લાખો લોકોના દિલમાં પોતાની વિશેષ જગ્યા બનાવી છે. ઉદિત નારાયણે સલામન ખાન, શાહરુખ ખાનથી લઈને ઘણા મોટા સ્ટાર્સને પોતાનો કંઠ આપ્યો છે. જો કે હમેશા હસતાં રહેતા ઉદિત નારાયણ હાલ એક વિવાદમાં ફસાયા છે. તેમના એક વીડિયો પર મોટો વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે જેમાં તે તેમની એક મહિલા ફેનને કિસ કરતાં નજર આવી રહ્યા છે. આ વીડિયો જોઈને તેમના ફેન્સ તેમના પર ભડક્યા છે અને હવે આ મુદ્દે ઉદિત નારાયણે પોતાનો જવાબ આપ્યો છે.
વાયરલ વીડિયોની વાત કરીએ તો ઉદિત નારાયણ એક લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા અને તેમનું અતિલોકપ્રિય ગીત ‘ ટીપ ટીપ બરસા પાની’ ગાઈ રહ્યા હતા તે દરમિયાન તેમની એક ફિમેલ ફેન તેમને મળવા માટે અને ફોટો પડાવવા માટે તેમની પાસે આવે છે અને સિંગર તેની સાથે ફોટો પડાવે છે તે વખતે તે મહિલા તેમને ગળે ભેટવા માટે આગળ વધે છે તે દરમિયાન ઉદિત તેના હોઠ પર કિસ કરે છે.
Live કોન્સર્ટમાં ઉદિત નારાયણે ફીમેલ ફેન્સને કરી લિપ કિસ, જુઓ વાયરલ Video#LiveConcert #uditnarayan #viralvideo #vtvgujarati
Video Source: Social Media / X pic.twitter.com/TiVlswpns4
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 1, 2025
ઉદિત નારાયણે આપી સફાઇ
આ વીડિયો પર સોશિયલ મીડિયા પર યુઝર્સ ખૂબ ભડક્યા છે અને ખૂબ કમેન્ટ્સ કરી છે અમુક લોકોને ઉદિત નારાયણની આ હરકત પર વિશ્વાસ નથી આવી રહયો તો બીજા લોકો સિંગરની આ હરકત પર તેમને ઘણું સાંભળવી રહ્યા છે. જો કે ઉદિત નારાયણનું આ વીડિયો પર રીએક્શન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ” ફેન્સ એટલા પાગલ હોય છેને ! અમે લોકો આવા નાથી, અમે સભ્ય લોકો છીએ”
“આ બધી દિવાનગી હોય છે” – ઉદિત નારાયણ
ઉદિત નારાયણે પોતાની વાત પૂરો કરતાં કહ્યું કે, “અમુક લોકો આવી હરકતો માટે પ્રૉવોક કરે છે, અને આવી હરકતોથી તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. હવે આ જૂની વાતને ચગાવીને શું મતલબ છે? આ ભીડમાં ઘણા લોકો છે એમ અમારા બોડીગાર્ડ પણ હજાર છે, છતાં પણ ફેન્સને લાગે છે કે તે અમને મળી શકે છે તો કોઈ હાથ મિલાવવા આગળ વધે છે તો કોઈ હાથને ચૂમી લે છે.., આ બધી દિવાનગી હોય છે. આ વાતો પર આટલું ધ્યાન ના આપવું જોઈએ.”