એક્ટ્રેસ કાશ્મીરા અને કૃષ્ણા ટ્વીન્સ બાળકોના માતા પિતા છે. પરંતુ એક્ટ્રેસની પ્રેગ્નેન્સી જર્ની ખૂબ જ મુશ્કેલી ભરેલી રહી હતી. 3 વર્ષમાં તેની પ્રેગ્નેન્સી 14 વખત ફેલ થઈ હતી.
1. કાશ્મીરા શાહ
કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ ટીવીના મોસ્ટ લવ્ડ કપલ્સમાંથી એક છે. લાંબા સમય સુધી લિવઈનમાં રહ્યા બાદ બન્નેએ 2013મં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કાશ્મીરાએ ઘણી વખત માતા બનવાનો પ્રયત્ન કર્યો હતો.
2. 14 વખત કન્સીવ કરવામાં રહી ફેલ
પરંતુ 3 વર્ષની અંદર તે 14 વખત કન્સીવ કરવામાં ફેલ રહી હતી. પ્રેગ્નેન્ટ થયા બાદ કાશ્મીરા શાહે એક્ટિંગ કરિયરથી પણ દૂરી બનાવી લીધી હતી.
3. IVFનો સહારો
એક ઈન્ટરવ્યૂમાં કાશ્મીરાએ જણાવ્યું કે થાકીને તેણે IVFનો સહારો લેવાનું નક્કી કર્યું. પરંતુ તેના માટે તેને લોકોના ઘણા ટોણા સાંભળવા પડ્યા.
4. લોકો મારતા ટોણા
કાશ્મીરાએ જણાવ્યું કે તેને લોકો કહેતા કે તે પોતાના ફિગરના કારણે પ્રેગ્નેન્ટ નથી થઈ શકતી.
5. સેરોગસીનો સહારો
કાશ્મીરાએ તે મહિલાને ધન્યવાદ આપ્યો જેણે તેના બાળકોને જન્મ આપ્યો.