સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્રિકેટ રમતા છોકરાઓએ ફટાકડા સાથે એવું ખતરનાક કામ કર્યું કે જેને જોઈને તમે પણ ડરી જશો. આ વીડિયોમાં કેટલાક છોકરાઓ ફટાકડા સાથે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં તમે ઘણા લોકોને બેટ અને બોલથી ક્રિકેટ રમતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય ફટાકડા વડે ક્રિકેટ રમતા જોયું છે?
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બેટિંગ માટે તૈયાર છે, જ્યારે બીજો વ્યક્તિ બોલિંગ માટે તૈયાર છે. બોલિંગ કરનાર વ્યક્તિ ફટાકડામાં આગ લગાડે છે અને તેને બોલની જેમ ફેંકે છે. બેટ્સમેન તેને ફટકારવા જાય છે પરંતુ તે વિકેટ કિપરના હાથમાં આવી જાય છે, ત્યારબાદ વિકેટ કિપર તેને હવામાં ફેંકે છે અને બધા ભાગવા લાગે છે.
— Out Of Context Cricket (@GemsOfCricket) November 3, 2024
વીડિયો જોયા બાદ લોકો કમેન્ટ કરી રહ્યા છે
આ વીડિયો સોશિયલ મીડિયા X પર Out Of Context Cricke નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 82 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ તેને લાઈક અને શેર પણ કર્યો. વીડિયો જોયા બાદ લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. મોટાભાગના લોકોએ આ હરકતને અત્યંત જોખમી અને બેજવાબદારીભરી ગણાવી છે.