અલ્લુ અર્જુનની પુષ્પા 2 આ વર્ષની મોટી ફિલ્મોમાંથી એક છે, જે 5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ‘પુષ્પા 2’ ના લીડ એક્ટરની ફી અંગે કહેવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુન આ ફિલ્મથી સૌથી વધુ ફી માંગનાર એક્ટર બની ગયા છે.
1. શાહરુખ કે સલમાન નહીં આ છે દેશનો સૌથી મોંઘો સ્ટાર
પોતાની જોરદાર એક્ટિંગ અને સ્ટાઇલ માટે જાણીતા અલ્લુ અર્જુન ‘પુષ્પા 2’ સૌથી વધુ ફી લેવાને કારણે હા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. કહેવાય રહ્યું છે કે આ ફી એટલી વધારે છે કે અલ્લુ અર્જુન ભારતનો સૌથી મોંઘો એક્ટર બનવા જઈ રહ્યો છે.
2. સાઉથ ઇન્ડસ્ટ્રીનો સુપર સ્ટાર અલ્લુ અર્જુન
‘પુષ્પાઃ ધ રાઇઝ’ની અપાર સફળતા બાદ બની રહેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ બીજો ભાગ છે, પહેલા ભાગમાં અલ્લુ અર્જુનના પાત્ર એ દર્શકો પર ઊંડી અસર છોડી હતી. જેના કારણે ફિલ્મને બોક્સ ઓફિસ પર ભારે સફળતા મળી હતી.
3. પુષ્પા 2 માટે 300 કરોડ રૂપિયા ફી
રિપોર્ટ અનુસાર અલ્લુએ ‘પુષ્પા 2’ માટે 300 કરોડ રૂપિયા ફી લીધી છે અને આ સાથે જ તેને થલાપથી વિજયને આ મામલે પાછળ છોડી દીધા છે. થલાપથી વિજયે ફિલ્મ ‘થલપથી 69’ માટે 275 કરોડ રૂપિયા ફી લીધી હતી.
4. ભારતનો સૌથી મોંઘો એક્ટર
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર, અલ્લુ અર્જુન માત્ર એક અભિનેતા જ નથી પરંતુ એક નિર્માતા પણ છે. અહેવાલ અનુસાર, અલ્લુ અર્જુન તેલુગુ એમ જ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે.
5. પુષ્પા 2 ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા
સોશિયલ મીડિયા બઝ મુજબ, સુકુમાર દિગ્દર્શિત આ ફિલ્મ 500 કરોડ રૂપિયાના જંગી બજેટમાં બની રહી છે, જે તેને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક બનાવે છે.
6. નિર્માતાઓએ આટલી મોટી ફી કેમ ચૂકવી?
આ ફિલ્મના નિર્માતાઓએ અલ્લુને આટલી મોટી ફી ચૂકવવાનો નિર્ણય લીધો છે કારણ કે એમનું માનવું છે કે અભિનેતાન લોકપ્રિયતાનો ફાયદો આ ફિલ્મને થશે. ફિલ્મ માત્ર સાઉથમાં જ નહીં પણ સમગ્ર દેશમાં રિલીઝ થશે.