બોલીવુડની રંગીન દુનિયાના માણસો પણ રંગીન છે અને જ્યાં પણ તક મળી ત્યાં મહિલાનો લાભ ઉઠાવી લેતાં હોય છે. વધુ એક એક્ટ્રેસે પોતાની સાથે બનેલા બે કિસ્સાં શેર કર્યાં છે. નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ ફેમ અભિનેત્રી સયાની ગુપ્તાએ સનસનીખેજ આરોપ લગાવીને બોલીવુડને ધ્રુજાવી મૂક્યું છે. તાજેતરના ઈન્ટરવ્યુમાં સયાનીએ કહ્યું કે એક વાર એક ઈન્ટીમેટ સીનના શૂટિંગ દરમિયાન એક્ટરે તેનો લાભ ઉઠાવાનો પ્રયાસ કર્યો હતો.
Sayani Gupta #SayaniGupta #actress #model pic.twitter.com/DNfRiJR7Lw
— ActressLover (@Aatufar) November 6, 2024
સીન કટ થયાં બાદ પણ એક્ટર કિસ કરતો રહ્યો
સયાનીએ કહ્યું કે ડિરેક્ટરે કટ કહ્યા પછી પણ તેનો કો-એક્ટર રોકાયો નહોતો. તે તેને ચુંબન કરતો રહ્યો હતો. ઘણા લોકો આ (ઇન્ટિમેટ સીન)નો લાભ પણ લે છે. મારી સાથે પણ આવી ઘટનાઓ બની છે જેમાં એક એક્ટર સીન કટ કર્યા પછી પણ કિસ કરતો રહ્યો. આ પ્રકારનું વર્તન એક્ટરને શોભતું નથી.
Sayani Gupta for "Kill" Screening#SayaniGupta pic.twitter.com/aghEHplbGJ
— Best Of Actresses (@Whenat_) July 5, 2024
ટૂંકા સ્કર્ટમાં 70 લોકો સામે સુવડાવી- એક્ટ્રેસનો આરોપ
સયાનીએ બીજો એક કિસ્સો યાદ કરતાં કહ્યું કે જ્યારે તે ગોવામાં ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની પહેલી સીઝનનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેણે ખૂબ જ મુશ્કેલ સીન શૂટ કરવાનો હતો. ‘મારે ટૂંકા ડ્રેસમાં બીચ પર રેતી પર સૂવું પડ્યું અને મારી સામે ક્રૂ સહિત લગભગ 70 લોકો હાજર હતા. તે સમયે મને ખૂબ ખરાબ લાગતું હતું. તેણે કહ્યું કે તમે કલ્પના કરો કે ટૂંકું સ્કર્ટ પહેર્યું હોય અને તમારી સામે 70 માણસો ઊભા હોય ત્યારે કેવું લાગે.
