અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ 5 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે આના ત્રીજા પાર્ટને લઈને સમાચાર હતા કે હજુ એક પાર્ટ આવશે, જેની હવે ઓફિશિયલ પુષ્ટિ થઈ ગઈ છે. ફિલ્મનું નામ ‘પુષ્પા 3: ધ રેમપેજ’ રાખવામાં આવ્યું છે. મૂવીનું પોસ્ટર પણ સામે આવ્યું છે, જે બાદ ફેંસ વચ્ચે ઉથલપાથલ થઈ ગઈ છે.
મનોબાલા વિજયબાલન તરફથી એક્સ હેન્ડલ પર શેયર કરેલી ફોટોમાં સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પૂકૂટ્ટી અને બાકી ક્રૂ ફિલ્મના ત્રીજા પાર્ટના ટાઇટલ વાળી સ્ક્રીન સામે દેખાઈ રહ્યા છે. અને જેમાં મોટા-મોટા અક્ષરોમાં લખ્યું છે, ‘પુષ્પા 3.’ જણાવી દઈએ કે ઓસ્કાર વિજેતા સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પૂકૂટ્ટીએ જ પહેલા આ ફોટો પોસ્ટ કરી હતી પરંતુ પછી ડિલીટ કરી દીધી હતી. રસપ્રદ વાત એ છે કે, વિજય દેવરાકોંડાએ ડાયરેક્ટર સુકુમારના જન્મદિવસ પર 2022માં ત્રીજી સિક્વલનો ઉલ્લેખ કર્યો હતો.
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 3’ માં ટ્વીસ્ટ?
આનાથી અંદાજો લગાવ્યો છે કે અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાના સ્ટારર આ ત્રીજા ભાગમાં, વિજય વિલનની ભૂમિકામાં જોવા મળી શકે છે અથવા તે અભિનેતાના પુત્રની ભૂમિકા પણ ભજવી શકે છે. જોકે હજુ સુધી પુષ્ટિ નથી થઈ. એક્ટરે ડિરેક્ટર સાથે એક ફોટો શેયર કરી હતી અને તેમાં તેને જન્મદિવસની શુભકામના આપતા ફિલ્મનું નામ લખ્યું હતું.
Happy Birthday @aryasukku sir – I wish you the best of health & happiness!
Cannot wait to start the film with you 🙂 love and hugs 🤗🤍
2021 – The Rise
2022 – The Rule
2023 – The Rampage pic.twitter.com/lxNt45NS0o— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2022
‘પુષ્પા 3’ નું પોસ્ટર જોઈ વધી ચર્ચા
હવે વાયરલ થઈ રહેલી આ લેટેસ્ટ ફોટોમાં ક્રૂના લોકો તે નામ સાથે દેખાઈ રહ્યા છે, જેનાથી આ ચર્ચાઓને વેગ મળ્યો છે કે ફિલ્મનો ત્રીજો ભાગ આવશે. અત્યારે અલ્લુ અર્જુન સ્ટારર આ ફિલ્મ છેલ્લા અમુક સમયથી ચર્ચાનો વિષય બનેલી છે. આ ફિલ્મ ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મના અમુક ગીતો પણ સામે આવ્યા છે, જે લોકો નાપસંદ કરી રહ્યા છે.
