Author: GujjuKing
રોજિંદા જીવનમાં ઘણા લોકો આર્થિક તંગી માંથી પસાર થતા હોય છે. કેટલાક લોકો ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ આર્થિક પરિસ્થિતિ સુધરવાને બદલે ખારાબ થતી જાય છે. પરંતુ આ નવરાત્રી દરમિયાન કેટલાક નાના-નાના કામ કરવાથી મા દુર્ગાની તમારી ઉપર કૃપા વરસશે. જેથી તમારૂ ભાગ્ય બદલાશે અને ધનલાભના યોગ સર્જશે. જ્યોતિષ પરાણ ટાગોરના જણાવ્યા મુજબ, જો કોઈ રીતે બેંકની લોન ચૂકવવામાં અસમર્થ હોય, તો પૂજા દરમિયાન દેવીને ઈલાયચી અને લવિંગ સાથે નાગરવેલનું પાન ચઢાવો. જેનાથી ધનલાભ થશે. જેથી તમે તમારૂં દેવું વહેલી તકે ચૂકવી શકશો. તેમણે આગળ જણાવ્યું કે, જો તમારે સંપત્તિ જોઈતી હોય તો સપ્તમીથી નવમી સુધી દુર્ગા પૂજા દરમિયાન દેવીને…
એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિક પૂર્વ પતિ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ કામ પર પરત ફરી છે. તેણે સોશિયલ મીડિયા પર તેના નવા ગીત ‘તેરે કરકે’ની જાહેરાત કરી છે. તેના આગામી ટ્રેકનું પોસ્ટર શેર કરતી વખતે, નતાશાએ કેપ્શનમાં લખ્યું, ‘#TereKrkeની ટ્યૂન પર ડાન્સ કરવા માટે તૈયાર થઈ જાઓ.’ આ ગીતનો ગાયક પ્રિતીન્દર છે અને તેના લિરિક્સ દિલશાદે લખ્યા છે. નતાશાના કમબેકથી ચાહકો ખુશ ‘નતાશા તેના બાળક માટે કામ પર પરત ફરી છે!! સ્ટ્રોંગ લેડી.’ અન્ય યુઝરે લખ્યું, ‘માતા એ માતૃત્વ છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે નતાશાને કામ પર પરત ફરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. નતાશાની આ પોસ્ટ…
સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ ક્યારે વાઈરલ થઈ જશે તેની કોઈને ખબર નથી. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બેંગલુરુ પાસેની એક ગુફામાંથી 188 વર્ષના બાબાને બચાવી લેવામાં આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે લોકો એક વૃદ્ધ વ્યક્તિને ટેકો આપીને તેમને ચાલવામાં મદદ કરી રહ્યા છે. આ વૃદ્ધ વ્યક્તિ સફેદ દાઢીમાં ઢંકાયેલા છે અને તેઓ નમીને ચાલી રહ્યાં છે. તેમના હાથમાં એક લાકડી પણ છે જેનાથી તે પોતાનું સંતુલન જાળવી રાખે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ‘Concerned Citizen’ હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ…
કેનેડામાં ભારતીયો નથી સુરક્ષિત ! મકાન માલિકે યુવકને સામાન સાથે ફેંકી દીધો ઘરની બહાર – જુઓ Video
કેનેડામાં ભારતીયો સાથે દુર્વ્યવહારની ઘટનાઓ સતત વધી રહી છે. હવે જસ્ટિન ટ્રુડોના દેશમાં એક ભારતીય યુવકને ત્યારે અપમાનનો સામનો કરવો પડ્યો જ્યારે મકાનમાલિકે ઘરમાંથી સામાન કાઢીને તેની સામે ફેંકી દીધો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો કેનેડામાં ભારતીયોની હાલત પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, ‘એક દેશી છોકરા અને તેના મકાનમાલિક વચ્ચે ઝઘડો થયો કારણ કે તે ઘર ખાલી કરી રહ્યો ન હતો. પછી મકાનમાલિકે આવીને પોતાનો સામાન…
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રતન ટાટાએ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ કંપની અપસ્ટોક્સમાં તેમના કુલ હિસ્સાના 5 ટકાનું વેચાણ કર્યું છે. રતન ટાટાએ બાયબેક ડીલમાં આ શેર કંપનીને વેચ્યો છે. તેણે તેના પ્રારંભિક રોકાણ કરતાં 10 ગણા કરતાં વધુ વળતર મેળવ્યું છે. રતન ટાટાએ 2016માં અપસ્ટોક્સનો લગભગ 1.33 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ વેચાણ પછી પણ રતન ટાટા કંપનીમાં તેમના કુલ હિસ્સાના 95 ટકા હિસ્સો ધરાવે છે. રતન ટાટાએ 2016માં અપસ્ટોક્સમાં રોકાણ કર્યું હતું. તેમણે બાયબેક દરમિયાન પોતાનો હિસ્સો કંપનીને $3.5 બિલિયનના મૂલ્યમાં વેચી દીધો છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, રતન ટાટાને…
ગોરી નાગોરી સાથે શક્તિ કપૂરનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગોરી નાગોરી ‘બિગ બોસ 16’માં જોવા મળી હતી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે શક્તિ કપૂર એક એવી ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં ગોરીનો એક આઈટમ નંબર હશે. બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે. તેઓ 80-90ના દાયકાના જાણીતા અભિનેતા છે અને તેમણે ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેણે સ્ક્રીન પર બધાને હસાવ્યા છે અને પોતાના અભિનયથી લોકોનું ખૂન ખોલાવ્યુ છે. વિલનથી લઈને કોમિક કેરેક્ટર સુધી લોકોએ તેને ખૂબ પસંદ કરાયા છે. હવે તેમનો…
આ વખતે શોમાં આવનાર કન્ટેસ્ટન્ટની લિસ્ટમાં વિવિયન ડીસેના, ઈશા સિંહ, કરણવીર મહેરા, નાયરા બેનરજી, મુસ્કાન બામને, એલિસ કૌશિક, ચાહત પાંડે, શિલ્પા શિરોડકર, એડવોકેટ ગુણરત્ન સદાવર્તે, રજત દલાલ, તનજિન્દર સિંહ બગ્ગા, ચૂમ દરંગ, શહેઝાદા ધામી, અવિનાશ મિશ્રા, અરફેન ખાન, સારા અરફેન ખાન, હેમા શર્મા અને શ્રુતિકા અર્જુનના નામ બહાર આવ્યા છે. સલમાનખાના ટીવી શો બિગ બોસ 18ની આજે શરૂઆત થઇ છે.. કલર્સ અને જિયો સિનેમા પર આવતા આ શોમાં અનેક જાણીતી હસ્તીઓ શામેલ થઇ છે. ચાલો જોઇએ બિગબોસના કેટલાક કલાકારોની એન્ટ્રી કેટલી ધમાકેદાર રહી શહજાદાની ધમાકેદાર એન્ટ્રી શહેઝાદા ધામી લોકપ્રિય સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માંથી બહાર કરવામાં આવતા સમાચારમાં હતો.…
વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 18 યુનિક થીમ અને નવા ઘર સાથે શરૂ થયો છે અને એક પછી એક બધા કન્ફર્મ થયેલા કન્ટેસ્ટન્ટ્સે શોમાં એન્ટ્રી લઈ લીધી છે. સલમાન ખાનના શોમાં સૌથી પહેલી કન્ટેસ્ટન્ટ્સ એક્ટ્રેસ ચાહત પાંડે છે. દમોહની રહેવાસી 25 વર્ષની ચાહત પાંડેને ટીવી સિરિયલ રાધાકૃષ્ણ, હમારી બહુ સિલ્સ ઔર દુર્ગા-માતા કી છાયા જેવી ટીવી સિરિયલ્સમાં જોવા મળી હતી. બિગ બોસ 18માં આવવાને લઈને ચાહતનું નામ ઘણા સમયથી ચર્ચામાં હતું. 1. શોમાં ચાહત પાંડેની પહેલી એન્ટ્રી ટીવી અભિનેત્રી ચાહત પાંડેએ સલમાન ખાનના શોમાં પ્રથમ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન ચાહતે સલમાન સાથે ખૂબ મસ્તી કરી હતી. 2.…
વરિષ્ઠ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રૂટિન ચેક આપ માટે ગયા હતા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓને ICU વોર્ડમાં એડમીટ કરવામાં આવ્યા છે. પણ તે વાત અફવા નીકળી છે, આ અંગે રતન ટાટાએ પોસ્ટ શેર કરી ખુલાસો કર્યો છે તબિયત હેમખેમ હોવાની વાત કરી છે. https://twitter.com/RNTata2000/status/1843186838787526796?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1843186838787526796%7Ctwgr%5E4cce46f508f76ebc3f9109eceb3713248b65e255%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fratan-tata-hospitalized-admitted-at-breach-candy-hospital-in-mumbai જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શાહરૂખ અસ્પી ગોલવાલાના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમ દ્વારા રતન ટાટાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું
કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરી એકવા ચર્ચામાં આવી છે. ઈન્સ્ટાગ્રામમાં નીતા ચૌધરીએ મૂકેલો વીડિયો વાયરલ થયો હતો. ઈન્ટાગ્રામમાં નીતી ચૌધરીએ મૂકેલ વીડિયો વાયરલ થયો હતો. નીતા ચૌધરીએ ‘ગુંડે કે દિલ મેં રાજ કરે છે‘ ના ગીત પર નીતા ચૌધરીએ બનાવી રિલ બનાવી હતી. થોડા સમયે પહેલા બુટલેગર સાથે નીતા ચૌધરી પકડાઈ હતી. કોણ છે નીતા ચૌધરી? ગુજરાતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાયા બાદ દારૂબંધી પર સવાલો ઉઠી રહ્યા છે. નીતા ચૌધરીની ધરપકડથી દારૂબંધી પર એક કાળો ધબ્બો લાગ્યો છે. હવે એ સવાલ છેડાયો છે કે કચ્છના ભચાઉમાં દારુની હેરાફેરી કરતા ઝડપાયેલી સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી કોણ છે? જોકે…