કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરી એકવા ચર્ચામાં આવી છે. ઈન્સ્ટાગ્રામમાં નીતા ચૌધરીએ મૂકેલો વીડિયો વાયરલ થયો હતો. ઈન્ટાગ્રામમાં નીતી ચૌધરીએ મૂકેલ વીડિયો વાયરલ થયો હતો. નીતા ચૌધરીએ ‘ગુંડે કે દિલ મેં રાજ કરે છે‘ ના ગીત પર નીતા ચૌધરીએ બનાવી રિલ બનાવી હતી. થોડા સમયે પહેલા બુટલેગર સાથે નીતા ચૌધરી પકડાઈ હતી.
કોણ છે નીતા ચૌધરી?
ગુજરાતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાયા બાદ દારૂબંધી પર સવાલો ઉઠી રહ્યા છે. નીતા ચૌધરીની ધરપકડથી દારૂબંધી પર એક કાળો ધબ્બો લાગ્યો છે. હવે એ સવાલ છેડાયો છે કે કચ્છના ભચાઉમાં દારુની હેરાફેરી કરતા ઝડપાયેલી સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી કોણ છે? જોકે નીતા ચૌધરી પહેલી વાર ચર્ચામાં આવી નથી. અગાઉ તેનો હેલિકોપ્ટર ઉડ્યાંનો વીડિયો સામે આવ્યો હતો, નીતા ચૌધરીની ઈન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર ચૌધરી નીતાના નામના એકાઉન્ટમાં ઘણા વીડિયો અને તસવીરો છે અને તે ખૂબ જ વૈભવી જીવન પસાર કરી રહી છે જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી.
ગાંધીધામમાં CID ક્રાઈમમાં કોન્સ્ટેબલ
કચ્છ પોલીસે ધરપકડ કર્યા બાદ તેને જ્યારે મીડિયા સમક્ષ રજૂ કરાઈ ત્યારે તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. નીતા ચૌધરી કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમમાં કોન્સ્ટેબલ તરીકે તહૈનાત છે. નીતા ચૌધરી થરમાં દારૂ પીતી હતી.
નીતા ચૌધરી ક્યાંથી, કેવી રીતે પકડાઈ?
ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે, માહિતી મળતા ટીમ એક્ટિવ થઈ અને શહેરના ચોપડવા પાસે સફેદ રંગનો થાર જોવા મળી હતી જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે નીતા ચૌધરી બેઠી હતી અને તે દારુ પી રહી હતી. પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસમાં થાર ભાગવી મૂકી હતી પરંતુ પોલીસકર્મીઓએ કોઈક રીતે પોતાનો બચાવ કર્યો હતો અને પછી ડ્રાઈવરે તેજ ગતિએ થાર કાર ભગાડી હતી.
Ahmedabad News: સ્ટાઇલીશ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરી એકવાર ચર્ચામાં | VTV Gujarati#ahmedabad #ahmedabadnews #ahmedabadpolice #neetachaudhary #viralvideo #trendingvideo #vtvgujarati pic.twitter.com/ZF8KQwj0mf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 4, 2024
પોલીસે કાર પર ફાયરિંગ
થાર કારને રોકવા માટે અન્ય પોલીસકર્મીઓએ કારની પાછળ ગોળીબાર કર્યો હતો જેને કારણે થાર અટકી અને ચારેબાજુથી તપાસ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. દારૂની હેરાફેરી કરનાર યુવરાજ સિંહ સાથે એક મહિલા પોલીસકર્મી પણ કારમાં બેઠી હતી.
કારની અંદરથી મળી દારૂની બોટલો
ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે, જે પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. પોલીસે થાર કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા દારૂની હેરાફેરી સામે 16થી વધુ ગુના નોંધાયા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. ભચાઉ ડિવિઝનના ડીવાયએસપી સાગર સાંબડાએ જણાવ્યું હતું કે આ કેસમાં થાર કાર અને તેમાં રાખવામાં આવેલ દારૂ બંને જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે. બંને સામે પોલીસકર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે.