Author: GujjuKing
છેલ્લા કેટલાક વર્ષોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અનેક ધાર્મિક યાત્રાઓ કરી છે. હાલમાં તે બંને પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા છે, અગાઉ તેઓએ બાબા નીમ કરૌલીના કૈંચી ધામની પણ મુલાકાત લીધી હતી. તેઓ બીજી વખત પ્રેમાનંદ મહારાજને મળ્યા છે. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યો હતો. આ દરમિયાન વિરાટે ઘૂંટણિયે પડીને મહારાજને પ્રણામ કર્યા. જ્યારે અનુષ્કા શર્માએ મહારાજને દંડવત વંદન કર્યું હતુ. અનુષ્કાએ સંત પાસેથી પ્રેમ અને ભક્તિના આશીર્વાદ માંગ્યા હતા. અનેક વખત વૃંદાવનના લોકપ્રિય સંત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજને મળવા અને તેમના દર્શન કરવા માટે દેશના અગ્રણી વ્યક્તિઓ આવે છે. વિરાટ…
ઠંડીથી બચવા લોકો અનેક રામબાણ ઉપાય અને ઘરેલુ ઉપાય વાપરે છે. એવામાં આ છોકરાએ તો દાટ વાળ્યો, કર્યો એવો ઉપાય કે જેને જોઈને લોકોના શ્વાસ અટકી ગયા. વાત એમ છે કે, છોકરાએ ઠંડીથી બચવા પોતાના પલંગ નીચે જ આગનો ભડકો કર્યો. વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે, છોકરો પલંગની વચ્ચેનું બોક્સ ખોલે છે અને એમાં તે એક તપેલામાં આગનો ભડકો કરીને મૂકી દે છે. એમાંય છોકરો એ જ પલંગ પર પછી સૂઈ જાય છે. View this post on Instagram A post shared by SK-AMMU-OFFICIAL👸 (@skammuu) જો કે, આ વિડિયો ફક્ત મનોરંજન પૂરતો હતો અને મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર લાઇક…
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને કોકડું ગૂંચવાયું, મહાનગરોમાં પ્રમુખની પસંદગીને લઈને…
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને કોકડું ગૂંચવાયું છે. 10 તારીખે જ 50% જેટલા પ્રમુખના નામ જાહેર કરવાનું આયોજન હતું. જો કે પ્રદેશે તૈયાર કરેલી પેનલના કેટલાક નામ સામે હાઈકમાન્ડની અસહમતિ હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે મહાનગરોમાં પ્રમુખની પસંદગીને લઈને અસમંજસની સ્થીતી સર્જાઇ છે. જેને લઇને 2 દિવસ બાદ શહેર અને જિલ્લા પ્રમુખના નામ જાહેર થાય એવી શક્યતા છે. કેટલાક જિલ્લા કે શહેરમાં નામ રિપીટ કરવા અંગે સહમતી નહીં હોવાનું પણ લાગી રહ્યુ છે. સંગઠનમાં હોદ્દો મેળવવા આંતરિક ખેંચતાણ જોરદાર ચાલી રહી છે. ત્યારે હજુ કોને શહેર-જિલ્લા પ્રમુખની કમાન સોંપવી તે મુદ્દે સર્વસંમતિ સધાઈ શકી નથી. આ કારણોસર ભાજપ…
ભુજ નજીક મોખાણા ગામનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 17 વર્ષીય સગીરે મોબાઈલ ગેમમાં હારી જતા આપઘાત કર્યો છે. જેમાં મોખાણા ગામના કાર્તિક મેરિયા નામના સગીરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનામાં સગીરના મોબાઈલ ફોનમાં અનેક મોબાઈલ ગેમ હોવાની માહિતી મળી છે. સગીરે આપઘાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ રમતો માવતરો માટે લાલબત્તી સમાન કિસ્સા અંગે પોલીસે જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના મોખાણા ગામે આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષિય કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ રમતો રહેતો હતો. આ દરમ્યાન ગત 4 જાન્યુઆરીના રોજ ગેમમાં હારી જતાં તે ઘેરા આઘાતમાં…
રાજ્યમાં ઠંડીનો માહોલ જામશે. કેમ કે આજથી રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે. જેને લઈને ઠંડી વધશે. તો 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન વધવાની શકયતા સાથે ઉત્તરાયણ પર ઠંડી સાથે પવન પણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આજથી 2 ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. જે તાપમાન ઘટતા ઠંડી વધશે. હવામાન વિભાગે જણાવ્યું કે હાલ અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું . તો હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. તો રાજ્યમાં…
મૂળાંક જન્મતારીખ પરથી જાણી શકાય છે, જો તમારો જન્મ 5 માર્ચે થયો હોય, તો તમારો મૂળાંક 5 હશે, જો તમારો જન્મ 15 તારીખે થયો હશે તો તમારો મૂળાંક (1+5) 6 હશે. મૂળાંક આપણા સ્વભાવ, ગુણ, ખામી, ખુબીઓ વગેરે વિશે જણાવે છે. જીવનમાં આપણા માટે શું ઉપયોગી છે અને શું નથી, તે મૂળાંક દ્વારા જાણી શકાય છે. તે તમારા મિત્રો અને દુશ્મનો વિશે પણ જણાવે છે. , જે લોકો 11 તારીખે જન્મ્યા છે, તેમનો મૂળાંક 2 હશે. (1+1=2). એ જ રીતે, અન્ય તારીખો વાળા તેમનો મૂળાંક મેળવી શકશે 1. અંક રાશિ મૂળાંક પ્રમાણે દરેક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે…
મકરસંક્રાંતિ નજીક આવી રહી છે, ત્યારે 5 રાશિના જાતકોનું નસીબ બદલવાનું છે કારણ કે સૂર્ય નક્ષત્ર બદલાવા જઈ રહ્યું છે. જેના કારણે ઘણી રાશિઓ માટે શુભ સંકેતો લાવશે કેટલીક રાશિઓનું ભાગ્ય પણ ચમકી શકે છે. તેમના જીવનમાં નવી તકો પણ મળી શકે છે. આ નક્ષત્ર પરિવર્તન એ જ લોકો માટે ખાસ રહેશે જેઓ મહેનત અને પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે. આ રાશિઓ માટે આ ગોલ્ડન સમય છે એટલે તમે તમારા સપના સાકાર કરી શકો છો. તો જાણો કઇ 5 રાશિઓનું ભાગ્ય બદલાવા જઇ રહ્યું છે. મેષ સૂર્યના નક્ષત્રમાં પરિવર્તન મેષ રાશિના લોકો માટે શુભ સંકેત લઈને આવી રહ્યું છે. આ…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 11 01 2025 શનિવાર, માસ પોષ, પક્ષ સુદ, તિથિ તેરસ, નક્ષત્ર રોહિણી બપોરે 12:28 પછી મૃગશીર્ષ, યોગ શુક્લ સવારે 11:47 પછી બ્રહ્મ, કરણ કૌલવ, રાશિ વૃષભ (બ.વ.ઉ.) રાત્રે 11:54 પછી મિથુન (ક.છ.ઘ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને ખાવાપીવામાં કાળજી રાખવી તેમજ સ્વજનોથી નિરાશા મળશે અને ખર્ચની બાબતે સાચવીને કામ કરવું, વેપારમાં સાચવીને કામ કરવું 3. વૃષભ (બ.વ.ઉ.) ધંધામાં આવકનું પ્રમાણ વધશે અને કામકાજમાં ફાયદો થશે તેમજ કોઈ…
અશ્વિન હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. હાલમાં વિદ્યાર્થીને સંબોધિત કરતા તેમણે પોતાના ક્રિકેટ કરિયર વિશે પણ વાત કરી હતી. અશ્વિને પોતાના સ્પષ્ટ વિચારો માટે પ્રખ્યાત છે. ભારતીય ટીમના પૂર્વ અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક કોલેજના કાર્યક્રમમાં હિન્દી ભાષાને લઈ એક નિવેદન આપ્યું હતુ. ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન અશ્વિન હિન્દી ભાષાને લઈ ટિપ્પણી કરી હતી. અશ્વિને કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્ર ભાષા નથી. અશ્વિને વિદ્યાર્થીઓને પુછ્યું કે, કોઈ અંગ્રેજી કે તમિલ બોલવા માંગતા નથી. તો શું કોઈ હિન્દીમાં પ્રશ્ન પુછવામાં રુચિ રાખે છે. અશ્વિને આ દરમિયાન ભારતમાં ભાષાને લઈ કહ્યું, હિન્દી શબ્દો બોલ્યા બાદ લોકોની…
રાજ્યમાં 24 કલાક બાદ ફરી ઠંડીનો માહોલ જામશે. કેમ કે 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે. જેને લઈને ઠંડી વધશે. તો 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન વધવાની શકયતા સાથે ઉત્તરાયણ પર ઠંડી સાથે પવન પણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જયા 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. જે તાપમાન ઘટતા ઠંડી વધશે. હવામાન વિભાગે જણાવ્યું કે હાલ અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું . તો હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. તો…