Author: GujjuKing
થોડા દિવસોમાં જ નવેમ્બર મહિનો પૂરો થઈ જશે, જે પછી વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થશે. જ્યોતિષ અનુસાર, ડિસેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષના અંતિમ મહિનામાં ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ પરિવર્તન કરવાના છે. 2 ડિસેમ્બરે શુક્ર બપોરે 12:05 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. જયારે મંગળ ગ્રહ પણ કર્ક રાશિમાં વક્રી થઈ જશે. એટલું જ નહીં 15 ડિસેમ્બર 2024ના રોજ સૂર્ય પણ ધન રાશિમાં પ્રવેશ કરશે. એકંદરે, આ મહિનો ગ્રહ ગોચરથી ભરેલો છે, જેની અસર નવા વર્ષ 2025 સુધી રહેશે. આ દરમિયાન ઘણી રાશિઓને ઘણા કાર્યોમાં સફળતા મળવાની છે. આ ગોચરનો 3 રાશિઓને…
વૈદિક જ્યોતિષ અનુસાર 5 રાશિઓને ગુરુ પ્રદોષ વ્રતનો લાભ મળવાનો છે. આ રાશિના જાતકોએ ગઈ કાલે બનાવેલી યોજનાઓ સફળ થશે જો ભાગ્ય તેમને સાથ આપશે અને જમીન અને મકાન ખરીદવાનું તેમનું સપનું પણ પૂરું થશે 1. વૈદિક જ્યોતિષ અનુસાર 5 રાશિઓને ગુરુ પ્રદોષ વ્રતનો લાભ Astrology : આજે એટલે કે ગુરુવાર 28 નવેમ્બરે ચંદ્ર શુક્ર, તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. તેમજ આજે માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ છે અને આ તિથિએ ગુરુ પ્રદોષ તિથિ વ્રત રાખવામાં આવશે. ગુરુ પ્રદોષ વ્રતના દિવસે સૌભાગ્ય યોગ, શોભન યોગ અને ચિત્રા નક્ષત્રનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે આજનું મહત્વ વધુ…
હાલમાં જ્યારે વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા છે તથા બેદરકારી પૂર્વક વાહન ચલાવી રહ્યા છે ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે પોલીસ વિભાગે આરટીઓને ઢગલાબંધ અરજીઓ મોકલી છે. આંકડાકીય વાત કરીએ તો, છેલ્લા 3 મહિનામાં પોલીસ ખાતા તરફથી 3 હજાર અરજીઓ મોકલવામાં આવી છે.. જેમાંથી 1300 જેટલી અરજીઓ અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં મોકલાઈ છે. આ અરજીઓમાંથી સૌથી વધુ કેસ હેલમેટ ન પહેરનાર વાહન ચાલકો માટેની છે. આરટીઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે વાહન ચાલકને પહેલા તેના ઘરે નોટિસ મોકલવામાં આવે છે. અને આરટીઓ તરફથી 7 દિવસમાં ખુલાસો માગવામાં આવે છે. ત્યારબાદ 3 મહિના સુધી લાયસન્સ રદ…
IPL 2025નું ઓક્શન ખતમ થઈ ગયું છે. ત્યારે આ મેગા ઓક્શનમાં એક ખેલાડીનું નામ ખૂબ જ ગૂંજ્યું, જયારે તેને ખરીદવા માટે હોડ મચી ગઈ હતી. આ ખેલાડી છે રિષભ પંત. રિષભ પંત આઈપીએલના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની ચુક્યા છે. જેદ્દાહમાં યોજાયેલા મેગા ઓક્શનમાં લખનૌ સુપરજાયન્ટ્સે બાજી મારી લીધી અને આ ટીમે રિષભ પંતને 27 કરોડ રૂપિયાની રેકોર્ડ કિંમતે ખરીદી લીધો. પરંતુ હવે સવાલ એ છે કે શું રિષભ પંતને પૂરા પૈસા મળશે? કે નહીં. જવાબ છે ના. રિષભ પંતની IPL સેલરીમાંથી મોટી રકમ કપાઈ જશે. ચાલો જાણીએ કે રિષભ પંતની IPL સેલરીનું ગણિત શું હશે. આટલી રકમ કપાશે પંતની…
ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહની લાંબી છલાંગ, બે દિગ્ગજને પછાડી બન્યો દુનિયાનો નંબર 1 બોલર..
પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન રહેલા જસપ્રીત બુમરાહને આઇસીસી રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. હવે તે ફરીથી વિશ્વનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. યશસ્વી જયસ્વાલ પણ ICC રેન્કિંગમાં નંબર 2 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીને પણ બમ્પર ફાયદો થયો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ટેસ્ટમાં 295 રનની જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને તાજેતરની આઈસીસી રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. બુધવારે જારી કરવામાં આવેલી રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ફરી નંબર 1 બોલર બની ગયો છે. આ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીને પણ ફાયદો થયો છે. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેના તેના શાનદાર પ્રદર્શનને કારણે ભારતના સ્ટાર બોલર બુમરાહે તેની કારકિર્દીની…
પોલીસે પુષ્પા સ્ટાર શ્રી તેજ વિરુદ્ધ ગંભીર આરોપો બાદ કેસ નોંધ્યો છે. એક મહિલાએ અભિનેતા પર લગ્નનું વચન આપીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’માં અલ્લુ અર્જુનના ભાઈની ભૂમિકા ભજવીને ફેમસ થયેલા તેલુગુ અભિનેતા શ્રી તેજ પર લગ્નની લાલચ આપી ઇમોશનલ, ફાઇનેંશિયલ અને શારીરિક શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક મહિલાએ અભિનેતા વિરુદ્ધ હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પુષ્પા સ્ટાર શ્રીતેજ સામે કેસ નોંધાયો એક મિડિયા અહેવાલ મુજબ પીડિતાએ 25 નવેમ્બર 2024ના કુકટપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે શ્રીતેજે તેને સંબંધમાં ફસાવી, લગ્નનું વચન આપ્યું અને 20…
આ તસવીરોમાં કેટ શર્માએ ગુલાબી રંગનો સાટિન ડ્રેસ પહેર્યો છે, જે તેના સ્ટાઇલિશ અને સેન્સિયસ લુકને વધુ આકર્ષક બનાવી રહ્યો છે. 1. ટીવી એક્ટ્રેસ કેટ શર્માએ શેર કરી તસવીરો સોશિયલ મીડિયામાં અવાર-નવાર અનેક એક્ટ્રેસના ફોટો વાયરલ થતાં હોય છે. તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ કેટ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર નવી ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 2. ગુલાબી રંગનો સાટિન ડ્રેસમાં કેટ શર્મા આ તસવીરોમાં કેટ શર્માએ ગુલાબી રંગનો સાટિન ડ્રેસ પહેર્યો છે, જે તેના સ્ટાઇલિશ અને સેન્સિયસ લુકને વધુ આકર્ષક બનાવી રહ્યો છે. તેણે ફ્લેટ શૂઝ સાથે તેની તસવીરો જોડી છે અને તેણે…
ભોજપુરી સ્ટાર મોનાલિસે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પર રેડ મોનોકિનીમાં સ્વિમિંગ પુલમાં લીધેલા ફોટો અને વિડીયો શેર કર્યા હતા જેમ એટ ઘણી જ હોટ લાગી રહી છે. તેના કોન્ફિડન્સ અને ફિટ બોડી જોઈને તેમના ફેન્સ તેની તારીફ કરતાં થાકી નથી રહ્યા. તેના ચહેરા પરનું સ્મિત તેના આત્મવિશ્વાસ અને ખૂબસૂરતીમાં વધારો કયારે છે ત્યારે આ ફોટો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. 1. મોનાલીસાની મારકણી અદા મોનાલીસા રેડ મોનોકિનીમાં સ્વિમિંગપુલ પાસે બેઠી છે, તેનો મેકઅપ ગ્લો કરી રહ્યો છે તો તેના વાળ બાંધેલા છે. તેણે પુલ પાસે જે પોઝ આપ્યા છે તેમાં તેના…
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ માટે સીએમ બનવાનો માર્ગ મોકળો થયો છે. પ્રવર્તમાન સીએમ એકનાથ શિંદેએ સીએમ પદેથી પાછીપાની કરીને ભાજપના મુખ્યમંત્રી મંજૂર હોવાનું સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે. તેમણે કહ્યું કે ભાજપની બેઠકમાં સીએમ પદે જેનું પણ નામ નક્કી થાય તે તેમને મંજૂર રહેશે. કદી પણ મારી જાતને મુખ્યમંત્રી નથી માની શિંદેએ કહ્યું કે મેં કદી પણ મારી જાતને મુખ્યમંત્રી તરીકે માની નથી. મેં હંમેશા કોમનમેન બનીને કામ કર્યું છે, રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે. આ દરમિયાન શિંદેએ પીએમ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. મહારાષ્ટ્રની લાડકી બહેનોનો હું લાડકો ભાઈ છું. https://twitter.com/ians_india/status/1861721938697269577?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1861721938697269577%7Ctwgr%5E9e91d83aa96b85cf458ff0723065c8d8e6df7fc4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fmaharashtra-eknath-shinde-press-conference-who-will-be-next-chief-minister પીએમ મોદી જે નિર્ણય લેશે…
ભાજપના નવા સંગઠનને લઈ મોટા સમાચાર, તાલુકા-જીલ્લા પ્રમુખની નિમણૂક માટે નક્કી કરાઈ ઉંમર મર્યાદા…
પ્રદેશ ભાજપને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા સંગઠનમાં ઉંમર મર્યાદા નક્કી કરાઇ છે. તાલુકા અને જિલ્લા પ્રમુખની વય મર્યાદાને લઇને નિર્ણય લેવાયો છે.. તાલુકા પ્રમુખ માટે મહત્તમ 40 વર્ષ અને જિલ્લા પ્રમુખ માટે મહત્તમ 60 વર્ષની મર્યાદા નક્કી કરાઇ છે. શહેર પ્રમુખ માટે મહત્તમ વય 60 નક્કી કરવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે તેમજ મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ હોવાથી હવે આગામી દિવસોમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠનના પદોમાં નિમણૂકો નિશ્ચિત બની છે. સચિવાલયમાં ચર્ચા છે કે, ભાજપ હાઈકમાન્ડ આ વખતે પણ બધાને આશ્ચર્યચકિત કરી દે તેવુ નવુ જ નામ જાહેર…