મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા હવે મોટી થઈ ગઈ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અને ફોટો શેર કરતી રહે છે ત્યારે તેના હાન જ મૂકેલા વિડિયોમાં તે ક્યૂટ નાની મુન્ની માંથી હવે ખૂબસૂરત હર્ષાલી થઈ ગઈ છે. તમે જોયા કે નહીં તેના ફોટો?
ભાઈજાનની મુન્ની
વર્ષ 2015 માં બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’થી તેણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેના માસૂમ, ભોળા અને ક્યૂટ લુક્સને કારણે તેને ચાહકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો તો તેની અભિનય ક્ષમતાના પણ વખાણ કર્યા હતા. કબીર ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માટે હર્ષાલીને ‘ ફિલ્મફેર ઍવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ ડેબ્યૂ’ નોમિનેશન પણ મળ્યું હતું તો ‘બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ’ નો ‘સ્ક્રીન એવોર્ડ’ પણ મળ્યો હતો. તો હર્ષાલીને શાહિદા (મુન્ની)ના રોલ માટે વર્ષ 2022 માં તેને ‘ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડ’નું પણ સન્માન મળ્યું છે.
બાળ કલાકાર તરીકે
હર્ષાલી વર્ષ 2012થી ટેલિવિઝન ક્ષેત્રે એક્ટિવ છે તેણે બાળ કલાકાર તરીકે ‘કુબુલ હૈ’, ‘લૌટ આઓ ત્રિશા’ , ‘ સાવધાન ઈન્ડિયા’ ઉપરાંત ‘નાસ્તિક’ અને ‘સબસે બડા કલાકાર’ માં કામ કર્યું છે. હર્ષાલી નો જન્મ 3 જૂને થયો હતો અને વર્ષ 2011 થી આજ સુધી મોડલિંગ અને અભિનય ફિલ્ડમાં એક્ટિવ છે. હવે તે મોટી થઈ ગઈ છે અને મોડલિંગના તેના વિડીયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે તો હવે હર્ષાલીએ 10 માં ની પરીક્ષા પણ પાસ કરી લીધી છે તો ટૂંક સમયમાં તે કોઈ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળે તો નવાઈ નહીં.
મુન્નીના રોલ માટે મળ્યા એવોર્ડસ
વર્ષ 2015 આ આવેલી બજરંગી ભાઈજાન ફિલ્મ માટે હર્ષાલીએ ‘ બિગ સ્ટાર એન્ટરટેઈન્મેન્ટ ઍવોર્ડ’ માં ‘બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ એવોર્ડ’ , ‘સ્ટાર ડસ્ટ’, ‘સ્ક્રીન એવોર્ડ’ અને ‘ઝી સિને એવોર્ડ’માં પણ ‘બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ’ એવોર્ડ પોતાના નામે કર્યા છે. તો ‘ફિલ્મફેર’ અને ‘સ્ટાર ગિલ્ડ’ એવોર્ડ્સમાં નોમિનેશન મેળવ્યું હતું.
