પંજાબી સિંગર અને એક્ટ્રેસ સારા ગુરપાલ બિગ બોસ 14માં જોવા મળી હતી. તેનું કહેવું છે કે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ તેની સાથે છેતરપિંડી કરી છે. રાત્રે હોટેલમાં બોલાવી અને પછી…’ એક્ટ્રેસને મળી ગંદી ઑફર્સ, કહ્યું- ઈન્ડસ્ટ્રીએ તેનું સન્માન ન કર્યું.
1. વર્ક કલ્ચરથી પરેશાન
એક મિડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સારાએ કહ્યું કે તે આ ઈન્ડસ્ટ્રીના વર્ક કલ્ચરથી પરેશાન છે. 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં પણ તેનું સન્માન મલ્યુ નથી.
2. કાસ્ટિંગ કાઉચ
સારાએ કાસ્ટિંગ કાઉચ અંગે પણ ખુલાસો કર્યો હતો. કહ્યું કે અહીં વસ્તુઓ ખરાબ થઈ રહી છે. ઘણા લોકો નવી છોકરીઓને રોલ માટે સમાધાન કરવાનું કહે છે.
3. હોટલના રૂમમાં બોલાવી
તે કહે છે- મને પંજાબી ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ તરફથી 3-4 વખત ગંદા પ્રસ્તાવ મળ્યા હતા. જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે 47 વર્ષના એક ડિરેક્ટરે મને તેમના હોટલના રૂમમાં બોલાવી હતી.
4. રાત્રે રૂમમાં આવવા કહ્યું
હું તે દિગ્દર્શકની ફિલ્મનો એક ભાગ હતી. તેણે મને કહ્યું કે મેં હોટલમાં રૂમ બુક કરાવ્યો છે. તેણે મને રાત્રે 8.30 વાગે રૂમમાં આવવા કહ્યું.
5. ઓફર ફગાવી
મેં આ ઓફર ફગાવી દીધી હતી, તેની ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી હતી, કારણ કે તેણે મને તેના રૂમમાં આવવા કહ્યું હતું.
6. સિક્કાની જેમ છોકરીઓનો ઉપયોગ
મેં તે વ્યક્તિને બ્લોક કરી દીધો હતો. સ્ત્રીનું મન અને લાગણીઓ ક્યારેય બદલાતી નથી. તેઓ સિક્કાની જેમ છોકરીઓનો ઉપયોગ કરે છે.
7. મુંબઈમાં ઘણું સન્માન
સારાનું કહેવું છે કે મુંબઈમાં અભિનેત્રી તરીકે તેને ઘણું સન્માન આપવામાં આવે છે. પરંતુ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં હિરોઈન સાથે આવો વ્યવહાર કરવામાં આવતો નથી.
8. પંજાબી ઇન્ડસ્ટ્રી
અભિનેત્રીના મતે પંજાબી ઇન્ડસ્ટ્રી યુવા પ્રતિભાઓને તક આપતી નથી. એવા ઘણા ગૃપ છે જે સેમ એક્ટર્સ સાથે કામ કરે છે.
9. સારા અભિનેત્રી
સારા અભિનેત્રી હોવા ઉપરાંત સિંગર પણ છે. તેણે મંજે બિસ્તરે, શાવાની ગિરધારી લાલ, ડંગર ડોક્ટર જેલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.