પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ તેના દિલ-લુમિનાટી કોન્સર્ટ માટે હૈદરાબાદમાં છે અને ત્યાં આજે 15 નવેમ્બરે દિલજીતનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ કોન્સર્ટ પહેલા મોત સમાચાર સામે આવ્યા છે, તેલંગાણા સરકારે દિલ-લુમિનાટી કોન્સર્ટના આયોજકોને નોટિસ જારી કરી છે.
પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ આ દિવસોમાં તેની ‘દિલ-લુમિનાટી ટૂર’ને કારણે ઘણા ચર્ચામાં છે અને તેના કોન્સર્ટના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દિલજીત દોસાંઝનો આગામી કોન્સર્ટ આજે એટલે કે 15મી નવેમ્બરે હૈદરાબાદમાં યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. જો કે આ કોન્સર્ટ પહેલા જ તેલંગાણા સરકાર દ્વારા ગાયકને નોટિસ જારી કરવામાં આવી છે.
Hyderabad 🇮🇳
DIL-LUMINATI TOUR
Year 24 🪷 pic.twitter.com/GROigy83rd
— DILJIT DOSANJH (@diljitdosanjh) November 14, 2024
તેલંગાણા સરકારે જે નોટિસ આપી છે તેમ કહેવામાં આવ્યું છે કે કોન્સર્ટમાં દારૂ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાવામાં આવશે નહીં. આ સાથે જ નોટિસમાં શો દરમિયાન “બાળકોનો ઉપયોગ” ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. દિલજીતનો આ કોન્સર્ટ ભારતભરના 10 શહેરોમાં તેની દિલ-લુમિનાટી ટૂરનો એક ભાગ છે.
અહેવાલો અનુસાર તેલંગણાના જિલ્લા કલ્યાણ અધિકારી દ્વારા દિલજીત દોસાંજને મોકલવામાં આવેલી નોટિસમાં, તેમના કોન્સર્ટમાં ‘પટિયાલા પેગ’, ‘પંજ તારા,’ અને ‘કેસ’ ગાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાણીતું છે કે છેલ્લા ઘણા મહિનાઓથી દિલજીતના કોન્સર્ટને લઈને થોડા વિવાદ ચાલી રહ્યા છે એમ છતાં તેના કોન્સર્ટને લઈને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.