1. ટેલીવીઝન શો
તમે પણ આ અભિનેત્રીને અનેક ટેલીવીઝન શોમાં જોઇએ હશે અમે વાત કરી રહ્યા છે અવનીત કૌરની . વર્ષોથી તે અલગ પ્રોજકેટ પર કામ કરતી આવી છે, પરંતુ તેની ફેશન અને સ્ટાઇલના કારણે તે લાઇમલાઇટમાં રહેતી હોય છે.
2. ફોલોઇંગ ખૂબ મોટી
અવનીત કૌર 23 વર્ષની છે, પણ તેની ફેન ફોલોઇંગ ખૂબ મોટી છે. માત્ર 8 જ વર્ષની ઉમ્રે તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું . તમને જણાવી દઈએ કે ડાંસ ઇંડિયા લિટીલ માસ્ટર શોથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
3. ફેશન અને સ્ટાઇલ
જો ફેશન અને સ્ટાઇલની વાત કરીએ તો તેમાં તે બધા કરતા અલગ છે. અવનીત દરેક ઇવેંટ અને એવોર્ડ નાઇટમાં તેની યૂનિક અને ગ્લેમર અંદાજમાં દેખાતી હોય છે. પછી ભલે ટ્રેડિશન હોય કે વેસ્ટર્ન લોકો તેના દરેક લુકને પસંદ કરે છે.
4. ટીવી શોથી તેને એક અલગ લોકપ્રિયતા
અવનીત કૌરનું ભણતર જલંધરની પોલીસ ડીએવી પબ્લિક સ્કૂલમાં થયું છે. તે તેના કામના કારણે નાની ઉમ્રમાં જ મુંબઇ આવી ગઇ હતી. અલાદ્દીન જેવા ટીવી શોથી તેને એક અલગ લોકપ્રિયતા મળી હતી.
5. 31.9 મિલિયન યુઝર્સ ફોલો
તેના ફોટા અને વીડિયોને પણ ઈન્સ્ટાગ્રામ પર ઘણી લાઈક્સ મળે છે. અભિનેત્રીને 31.9 મિલિયન યુઝર્સ ફોલો કરે છે. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં રેડ કાર્પેટ પર પણ જોવા મળી હતી.