યુપીના કાનપુરમાં એક ખૂબસુરત કપલનો મોટો કાંડ સામે આવ્યો છે. આ કપલે વૃદ્ધોને જવાન બનાવી દેવાની લાલચ આપીને કરોડો ખંખેરી લીધાં હતા. કપલે એવો ખેલ ખેલ્યો કે ભલભલા લોકો તેમની જાળમાં ફસાઈ ગયાં હતા. આ કપલે લોકોની ચાહત હંમેશા જવાન બની રહેશોનો ગેરલાભ ઉઠાવ્યો અને લોકોને મોટા મોટા સપના દેખાડીને કરોડો પડાવી લીધાં હતા. આ કપલે ખાસ કરીને વૃદ્ધો જવાન બનાવી દેવાની લાલચ આપી હતી. લોકોએ પણ કંઈ જાણ્યા વગર તેમની આ નકલી ઓફરમાં ફસાઈ ગયાં હતા.
ઈઝરાયેલ બનાવટનું મશીન ખરીદ્યું
રશ્મિ અને રાજીવ દુબે નામના કપલે કિડવાઈ નગર, કાનપુરમાં ‘રિવાઈવલ વર્લ્ડ’ નામનું થેરાપી સેન્ટર ખોલ્યું અને ઈઝરાયેલના ટાઈમ મશીનની અંદર “ઓક્સિજન થેરાપી”નું વચન આપીને ગ્રાહકોને આકર્ષિત કર્યા હતા તેઓ એવો દાવો કરતાં કે તેમની આ થેરાપીથી વૃદ્ધો જવાન બની શકે છે અને તમામ પ્રદૂષણની અસરો પણ ઉલટાવી દેશે.
ઓક્સિજન ઉપચારથી જવાન બનાવાનો દાવો
તેઓએ ખાસ કરીને એવા દાવા સાથે વૃદ્ધોને નિશાન બનાવ્યા જેઓ પ્રદૂષણનો ભોગ બન્યાં હતા અને એવો દાવો કર્યો કે તેમની “ઓક્સિજન ઉપચાર” તેમને તરત જ યુવાન દેખાડી શકે છે. ટાઈમ મશીનમાં દરેક સેશનની કિંમત ₹ 90,000 હતી. આ સર્વિસ પિરામિડ યોજનામાં ફેરવાઈ ગઈ છે જ્યાં લોકો તેમના ગ્રાહક આધારને વિસ્તૃત કરીને અન્ય લોકોને રેફરલ્સ માટે ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
વૃદ્ધો પાસેથી 35 કરોડની ઉચાપત કરી
ફરિયાદ નોંધાવનાર છેતરપિંડીનો ભોગ બનેલા ત્રણમાંથી એક રેણુ સિંહ ચંદેલે જણાવ્યું હતું કે તે બીજા લોકોને અહીં લઈ આવતો હતો અને તેથી તેને મફત સેશનની ઓફર કરાઈ હતી. વૃદ્ધો પાસેથી કુલ ₹ 35 કરોડની ઉચાપત કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 25 કેસ નોંધાયા છે, પોલીસના જણાવ્યા અનુસાર, અને વધુ પીડિતો આગળ આવે તેવી શક્યતા છે. પોલીસ અન્ય પીડિતોની ઓળખ કરવા માટે શોધી રહી છે અને રાજીવ અને રશ્મિની શોધમાં છે, જેમની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જો બંને દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરે તો એરપોર્ટને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.