અભિનેતામાંથી રાજકારણી બનેલા એજાઝ ખાન તેના 5.6 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સને વોટમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ જતાં સોશિયલ મીડિયા- ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો કરીને પોતાની નિરાશાજંક હાર પર પ્રતિક્રિયા આપી છે. તેમને ચૂંટણીમાં માત્ર 155 વૉટ જ મળ્યા છે તે માટે તેણે તેની હાર માટે EVMને જવાબદાર ગણાવ્યું છે. તેણે કહ્યું, ‘બધી EVMની રમત છે. જે લોકો વર્ષોથી ચૂંટણી લડે છે અને રાજકારણમાં છે તેવા જાણીતા ઉમેદવારો પણ ઓછા વૉટ મેળવીને હારી રહ્યા છે. હું એક સામાજિક કાર્યકર છું જે લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કરું છું અને કરતો રહીશ.” તેના આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આવી છે.
એજાઝે હાર માટે જવાદદાર ઠેરવ્યું EVMને
એજાઝ પોતાની હાર બદલ પોતાના ચાહકોને હિંમત આપવા વિડીયો શેર કર્યો હતો જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે સ્મિત પાછળ હારનું દુ:ખ છુપાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. તેના ચાહકો પણ તેને સમર્થન આપી રહ્યા છે. એજાઝે કહ્યું કે, “મને એ લોકો માટે દુઃખ છે જેમની પાર્ટીનું મોટું નામ હતું, જેમનો પોતાનો ટ્રેક રેકોર્ડ સારો હતો, જેમણે 15 દિવસમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, તેમ છતાં પણ તેઓ ખરાબ રીતે હારી ગયા. આ બધી EVMની રમત છે ભાઈ!’
क्यों डरे जिंदगी में क्या होगा.,
कुछ न होगा तो ताजुर्बा होगा..!!कोशिश ना करना ही,
दुनिया की सबसे बड़ी हार है। pic.twitter.com/0cXFAJezvL— Ajaz Khan (@AjazkhanActor) November 23, 2024
નિરાશાજનક હાર પર ટ્રોલ થયા એજાઝ ખાન
ઈન્સ્ટાગ્રામ ઉપરાંત એજાઝે પોતાના એકસ (ટ્વિટર) પર એક ટ્વિટ પણ કર્યું જેમાં તેણે લખ્યું કે “3400 કરોડ રૂપિયાની જીત… પૈસા સામે જનતા હારી ગઈ. મહારાષ્ટ્ર” તેની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને લોકોએ તેના આ ટ્વિટ બદલ પણ તેને ટ્રોલ કર્યો હતો. એક યુઝરે લખ્યું હતું કે “શું તમારા પરિવારે પણ તમને વોટ નથી આપ્યો?” આ સિવાય પણ માત્ર 155 વૉટ મેળવવા પર તેને લોકોએ ઘણી ખરી ખોટી સંભળાવી હતી.
