અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. અલ્લુ અર્જુનની ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મ થિયેટરોમાં રીલીઝ થઈ ગઈ છે, પણ આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે કે ફિલ્મના પ્રીમિયરમાં નાસભાગને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો. હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર ગઈકાલે રાત્રે નાસભાગ મચી ગઈ હતી. પ્રીમિયરમાં થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે અને ભીડમાં કચડાઈ જવાને કારણે તેનું બાળક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. જયારે આ નાસભાગમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
#WATCH | Telangana: Fans of actor Allu Arjun thronged the Sandhya theatre in Hyderabad ahead of the premiere show of his film 'Pushpa 2: The Rule' tonight. Police resorted to mild lathicharge to control the crowd. pic.twitter.com/jhRvfB7D3m
— ANI (@ANI) December 4, 2024
પુષ્પાના પ્રીમિયરમાં નાસભાગ, મહિલાનું મોત
બુધવારે અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં સ્ક્રીનિંગ માટે ગયા હતા. એવામાં સ્થિતિમાં થિયેટરની બહાર એકઠા થયેલા લોકોમાં પુષ્પાને જોવા માટે એવી હોબાળો મચી ગયો. અભિનેતાની એક ઝલક મેળવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું, જ્યારે તેમનો પુત્ર હજુ પણ બેભાન અવસ્થામાં છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જેણે બધાને ચોંકાવી દીધા.
A boy lost consciousness in a stampede during the premiere show of #Pushpa 2 at Sandhya Theatre, RTC Cross Road in #Hyderabad. His condition is reported to be critical. pic.twitter.com/PPZsRALe3V
— Sumit Jha (@sumitjha__) December 4, 2024
એક બાળક બેહોશ થઈ ગયું
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુષ્પા 2 ના પ્રીમિયરમાં આવેલ એક બાળક નાસભાગમાં બેહોશ થઈ ગયો. તેને ખોળામાં લઈ જઈ રહેલા તેના પરિવારના સભ્યો ખૂબ જ વ્યથિત દેખાય છે અને પોલીસ પણ તેમની મદદ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકો છો કે બાળકના પરિવારના સભ્યો તેને CPR આપતા જોવા મળી રહ્યા છે.
Actor Allu Arjun arrives at Sandhya theatre in Hyderabad for the premiere show of his film 'Pushpa 2: The Rule'.#Pushpa2Celebrations #Pushpa2 #Pushpa2ThaRule pic.twitter.com/k3Zu77gzXQ
— 🦁 (@TEAM_CBN1) December 4, 2024
આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને તેના વિશે વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.