કોરોનાકાળ તો તમને બધાને યાદ જ હશે. આ સમયગાળા દરમિયાન અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. આ તરફ હવે ધરતી પરનું સ્વર્ગ ગણાતું એટલે કે જમ્મુ કાશ્મીરથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ કાશ્મીરનું રાજૌરી કે અહીં છાશવારે આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણના સમાચાર સાંભળવા મળતા હોય છે. જોકે આ દિવસોમાં રાજૌરી કોઈ અલગ કારણથી જ ચર્ચામાં આવ્યું છે. વાસ્તવમાં જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોના શંકાસ્પદ બીમારીના કારણે મોત બાદ હવે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે.
જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોના શંકાસ્પદ બિમારીથી મોતને લઈ હવે તંત્ર પણ કારણો શોધવા દોડધામમાં લાગ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ જે લોકોના મોત થયા કે પછી જે લોકો હાલ અસરગ્રસ્ત છે તે દર્દીઓમાં જોવા મળ્યા તાવ, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો વળવો જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આ તરફ જમ્મૂ મેડીકલ કોલેજના ડૉક્ટર્સ બિમારીની ઓળખ કરવા પરીક્ષણ કરી રહ્યા છે. જોકે હવે ડૉક્ટર્સનો મત છે કે, આ બિમારી ઓર્ગનોફોસ્ફેટ નામની જંતુનાશક દવાથી ફેલાઇ હોઇ શકે છે. આ તરફ એટ્રોપિન નામની દવાથી દર્દીઓની હાલતમાં સુધારો જોવા મળ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો ?
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના બારી ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે 17 લોકોના મોતનું રહસ્ય ઉઘાડું થવા લાગ્યું છે. નિષ્ણાત તબીબોનું કહેવું છે કે, આ ઘટના પાછળ ઓર્ગેનોફોસ્ફેટ નામનું કેમિકલ મુખ્ય કારણ હોઈ શકે છે. આ રસાયણનો ઉપયોગ જંતુનાશકોમાં થાય છે. ડૉક્ટરોએ આ અંદાજ તેના આધારે લગાવ્યો છે કે જ્યારે આ ગામના દર્દીઓને ‘એટ્રોપિન ઈન્જેક્શન’ આપવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિમાં સુધારો થયો. એટ્રોપિન ઇન્જેક્શનનો ઉપયોગ ઓર્ગેનોફોસ્ફેટ ઝેરની સારવાર માટે થાય છે.
શું કહ્યું ડૉક્ટરોએ ?
ડૉક્ટરોએ કહ્યું કે, દર્દીઓની સ્થિતિમાં સુધારો જોઈને તેમને શંકા થઈ કે મૃત્યુ પાછળ ઓર્ગેનોફોસ્ફેટ હોઈ શકે છે. જોકે તબીબોએ એમ પણ જણાવ્યું હતું કે, આ હજુ પ્રાથમિક તારણ છે અને ચોક્કસ કારણ જાણવા માટે દર્દીઓના પાણી અને ખાદ્યપદાર્થોના નમૂના સહિતના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ નક્કી થઈ શકશે.
Health facilities strengthened in J-K's Rajouri after 'unidentified' illness claims 17 lives
Read @ANI Story |https://t.co/lVfpGj4spU #unidentifiedillness #Healthfacilities pic.twitter.com/xVKfzUAzAQ
— ANI Digital (@ani_digital) January 24, 2025
નોંધનિય છે કે, ગત વર્ષે 7 ડિસેમ્બરથી બાદર ગામમાં 17 લોકોના મોત થયા છે. આ તમામ લોકો ત્રણ પરિવારના હતા અને તેમના લક્ષણો તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવો હતો. અન્ય 11 દર્દીઓની હાલત હવે ઠીક છે. તેમાંથી ત્રણ બહેનોને સોમવારે રજા આપવામાં આવી હતી. ઓર્ગેનોફોસ્ફેટ રાસાયણિક પદાર્થનો ઉપયોગ સામાન્ય રીતે પાકને જંતુઓથી બચાવવા માટે થાય છે. આ રસાયણ સજીવોમાં ચેતા સંકેતોના પ્રસારણને અટકાવે છે. આ કારણોસર તે જીવલેણ બની જાય છે. કેન્દ્રીય ટીમે ગામની મુલાકાત લીધી હતી. જોકે ટીમનો રિપોર્ટ હજુ આવ્યો નથી. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે દેશની અગ્રણી તબીબી સંસ્થાઓ પાસેથી મદદ માંગી છે અને ડોકટરોની ટીમો મોકલી છે કારણ કે મૃત્યુની સંખ્યા વધવા લાગી અને તેનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે આ ફૂડ પોઈઝનિંગનો મામલો હોઈ શકે છે.
લખનૌ સ્થિત વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં જાણવા મળ્યું કે, મૃતકોના શરીરમાં કેટલાક ઝેરી તત્વો હતા, જેના કારણે ડોક્ટરોએ સારવારની પદ્ધતિ બદલી અને એટ્રોપિન ઈન્જેક્શનનો ઉપયોગ કર્યો. આ પછી અન્ય દર્દીઓની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો. ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીર પ્રશાસને બધર ગામને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યું અને લગભગ 300 લોકોને ક્વોરેન્ટાઈન કર્યા. વધુમાં અધિકારીઓને પાણીમાં જંતુનાશકો અથવા રસાયણોના નિશાન મળ્યા બાદ ગામમાં એક બાઉલી સીલ કરવામાં આવી હતી.