તાજેતરમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાનને લઇ આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે રાજ્યમાં 3,4 અને 5 ફેબ્રિુઆરીએ માવઠુ પડી શકે છે. જીરાના પાકને માવઠાની અસર થતા કાળિયો રોગ આવવાની શક્યતા છે. વાતાવરણમાં ફેરફારને લીધે મોડા આવેલા ઘઉંમાં પણ ઈયળ પડી શકે છે. મકાઈ અને મોડી વાવેલી તુવેરમાં પણ લીલી ઈયળનો રોગ જોવા મળી શકે છે. મોટાભાગના શિયાળુ પાકને ખરાબ અસર થવાની શક્યતા છે.
આ જિલ્લાઓમાં માવઠું
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દાહોદ, વડોદરા, આણંદ, ખંભાત, ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અરબી સમુન્દ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે આ કમોસમી વરસાદની સભાંવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અન્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.
બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં તેઓએ રાજ્યમાં વાતાવરણ સુકુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની શક્યતા નહિવત છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે પરંતુ રાજ્ય પર તેની કોઈ અસર નહીં જોવા મળે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેશે.
હાલ ઉત્તર પશ્ચિમ પવન ફુંકાઈ રહ્યા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન સામાન્ય રહેશે. હવામાન વિભાગનાં એ.કે.દાસે જણાવ્યું છે કે આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે. તેમજ આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે. તેમ જણાવ્યું છે.