દુનિયામાં ઘણા એવા ગામો અને શહેરો છે જે પોતાની ખાસિયતો માટે જાણીતા છે. ભારતનું એક ગામ જે તેની અનોખી શૈલી માટે જાણીતું છે. આજે અમે તમને આ ગામની એક ખાસિયત વિશે જણાવીશું. દુનિયામાં દરેક વ્યક્તિનું પોતાનું નામ હોય છે જેનાથી લોકો તેને બોલાવે છે. લોકો તેમના માતા-પિતા દ્વારા આપવામાં આવેલા નામથી ઓળખાય છે, પરંતુ ભારતના એક ગામમાં લોકોને નામથી નહીં પરંતુ એક ધૂનથી એમનું નામ છે અને સિટી મારી એ ધૂન બોલીને એમને બોલાવવામાં આવે છે.
ભારતની કયું છે આ ગામ? અને શું છે તેની ખાસિયત તે જાણવા માટે જોઈ લો આ વિડીયો.
મેઘાલયનું કાંગથોંગ ગામ
આ ગામ છે મેઘાલયનું કાંગથોંગ ગામ. અંહીની ખાસ વાત એ છે કે અહીંના લોકો સદીઓથી સીટી વગાડીને એકબીજાને બોલાવે છે. ખેતરમાં કામ કરવું હોય કે જંગલમાં લાકડા કાપવાનું કામ હોય, દરેક જણ સીટી વગાડીને એકબીજાને બોલાવે છે. આ અનોખી પરંપરાએ કાંગથોંગ ગામને દેશ-વિદેશમાં લોકપ્રિય બનાવ્યું છે અને તેને ‘વ્હિસલિંગ વિલેજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બાળકની ઓળખ ધૂન
પ્રશ્ન એ થાય દરેક લોકોને સિટી મારીને બોલાવવામાં આવે તો લોકો એકબીજાને ઓળખે કેવી રીતે? તો ગામમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તેની માતા તેને અલગ જ ધૂન સિટી દ્વારા ગાય છે અને ધીરે ધીરે એ ધૂનના સૂર સાંભળ્યા પછી, એ ધૂન બાળકની ઓળખ બની જાય છે. આ પછી લોકો એ બાળકને બોલાવવા માટે એ જ ધૂનની સીટી વગાડે છે. ખાસ વાત એ છે કોંગથોંગમાં લગભગ 700 લોકો રહે છે અને નામ પ્રમાણે, ગામમાં 700 અલગ-અલગ ધૂન છે.
‘જિંગારવાઈ લવબી’
એટલું જ નહીં આ ગામના લોકો તેમના સાથી ગ્રામજનોને તેમનો સંદેશો પહોંચાડવા માટે સીટી વગાડે છે. ત્યાંનાં લોકો આ ધૂનને ‘જિંગારવાઈ લવબી’ કહી છે, જેનો અર્થ માતાનું પ્રેમ ગીત છે. જો કે ગ્રામજનોના બે નામ છે – એક સામાન્ય નામ અને બીજું ગીતનું નામ. અને તેમનું જે રેગ્યુલર અક્ષરોવાળું નામ છે એ ત્યાંનાં સરકારી કાગળમાં રજીસ્ટર છે પણ ગામના લોકો એકબીજાને ધૂનના નામથી જ સિટી વગાડીને બોલાવે છે.