ભારતીય ક્રિકેટ ટીમના સ્પિન બોલર અશ્વિને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધુ છે. ત્રીજી ટેસ્ટ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેને રિટાયરમેન્ટની ઘોષણા કરી હતી. એવામાં BCCIએ એક વીડિયો શેર કર્યો છે તે જેમાં ફાયનલ સ્પીચ આપતો જોવા મળી રહ્યો છે એ વખતે વિરાટ કોહલીની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે, અશ્વિન ડ્રેસિંગ રૂમમાં જતી વખતે દરેક પ્લેયરને મળી રહ્યો છે. આ વખતે કાંગારુ ટીમના કેપ્ટન પેટ કમિન્સ અને સ્પિનર નાથન લિયોનને અશ્વિન મળ્યો હતો. જ્યાં કમિન્સે ઓસ્ટ્રેલિયાની ટીમની સાઈન કરેલી જર્સી પણ ગિફ્ટ કરી હતી. પછી અશ્વિન ડ્રેસિંગ રૂમમાં પહોંચે છે.
A Legend Bids Adieu to International Cricket 👏👏
Hear what R Ashwin’s parting words were to the Indian dressing room 🎥🔽#TeamIndia | @ashwinravi99 https://t.co/6wtwdDOmzX
— BCCI (@BCCI) December 18, 2024
ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા બાદ તે પોતાની ફાયનલ સ્પીચ આપે છે. ત્યારે વિરાટ કોહલી ખૂબ ભાવુક જોવા મળ્યો હતો. અહીંયા સ્પીચમાં અશ્વિને કહ્યું હતું કે, “આ મારા માટે ખૂબ ભાવુક પળ છે. એવું લાગે છે કે 2011-12માં આવ્યો. મારો પહેલો ઓસ્ટ્રેલિયા પ્રવાસ. મે ટ્રાન્ઝિશન જોયું. રાહુલભાઈ ગયા, સચિન પાજી ગયા. મારો વિશ્વાસ કરો દરેકનો સમય આવે છે, આજે મારો આવ્યો છે.” આ દરમિયાન વિરાટ કોહલી ભાવુક નજરે પડ્યો હતો.
અશ્વિનનું ઇન્ટરનેશનલ કરિયર
અશ્વિને ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત વર્ષ 2010માં કરી હતી. જેમાં તેને 106 ટેસ્ટ, 116 વન ડે અને 65 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેને ટેસ્ટમાં 537 વિકેટ લીધી અને 151 ઇનિંગમાં 3503 રન બનાવ્યા. વન ડેમાં 156 વિકેટ લીધી અને 707 રન કર્યા છે. તો T- 20માં 72 વિકેટ લઈને 184 રન બનાવ્યા છે.