Author: Heet Bhanderi
ગાડીના બોનેટ પર સવારી કરતા પ્રાણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ પ્રાણીને જોઇ દરેક વ્યક્તિ હેરાન થઇ ગયુ છે અને તેની સાથે દોસ્તી કરવા ટોળા જામે છે. દૂરથી ગાડી પર સવારી કરતું આ પ્રાણી શેર જેવી લાગે છે તેનો દેખાવ અદભૂત છે પરંતુ વાસ્તવમાં આ એક શ્વાન છે. પરંતુ લોકો માટે આ શેર જેવો દેખાતો શ્વાન આશ્ચર્ય ચકિત કરી રહ્યો છે. લોકો તેને કેમેરામાં કેદ કરી રહ્યા છે એટલુ જ નહી તેને લાડ લડાવતા પણ જોવા મળે છે. આ શેર જેવો દેખાતો શ્વાન પણ અદભૂત છે તે ગાડીમાં બેસીને આરામથી સવારી પણ કરે છે. View this post on Instagram…
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. આ તરફ હવે ચૂંટણીના બે દિવસ બાદ આજે દિલ્હીના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. વાસ્તવમાં ભાજપ તરફથી ફોન કોલ અને 15 કરોડ રૂપિયાની ઓફરના AAP નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીના LG VK સક્સેનાના આદેશ બાદ ACB ટીમ AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘરો માટે રવાના થઈ ગઈ છે. LG એ કહ્યું છે કે, આ મામલાની સત્યતા બહાર લાવવા માટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ. દિલ્હી ભાજપના મહાસચિવ વિષ્ણુ મિત્તલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે…
8 ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ ધુમ્મસની અસર વધી શકે છે. IMD એ દિલ્હીમાં વાવાઝોડાની ચેતવણી પણ જારી કરી છે. ગુરુવારે (૬ ફેબ્રુઆરી) દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રી ઓછું છે. મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હતું. હવાનો AQI 180 પર રહે છે. જે ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીની અસર ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં હજુ પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે, જેના કારણે લોકોને રજાઇ અને સ્વેટરથી રાહત મળી રહી નથી. પશ્ચિમી પવનોને કારણે ઠંડીની અસર વધુ અનુભવાઈ રહી છે. હવામાન…
મહેસાણાથી વીસ કિલોમીટર અને બહુચરાજીથી પણ વીસ કિલોમીટરના અંતરે જોટાણા તાલુકામાં મરતોલી ગામ આવેલું છે. મરતોલીમાં જગતજનની કલ્યાણકારી દેવી માં ચેહર બિરાજમાન છે. ગુજરાતભરમાંથી ભાવિકો મરતોલીમાં ચેહરમાતાજીના દર્શન કરવા આવે છે. મા ના દર્શને આવતા માઈભક્તોની મનોકામના મા ચેહર પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે પધારે છે. મંદિરે દર પૂનમ અને રવિવારે ભક્તો માતાજીના દર્શનનો લાભ લેવા અચૂક આવે છે. સિંઘપ્રદેશના પારકર તાલુકામાં શેખાવત રાઠોડને ત્યાં ચામુંડા માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ મહાસુદ પાંચમ એટલે કે વસંતપંચમીના દિવસે કેશુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભુ પ્રગટ થયા હતા. કેશુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભૂ પ્રગટ થતા…
આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના ઉજવવામાં આવશે. આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે મહાશિવરાત્રી પર એક ખૂબ જ ખાસ યોગ બની રહ્યો છે. 1. ભગવાન મહાદેવને સમર્પિત હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તહેવાર દેવોના દેવ, ભગવાન મહાદેવને સમર્પિત છે. હિન્દુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના ઉજવવામાં આવશે. 2. ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવાથી, વ્યક્તિને…
જયા એકાદશીનું વ્રત 8 ફેબ્રુઆરી 2005 ના રોજ છે. આ મહા મહીનાની અગિયારસ હશે. આ દિવસે વ્રત, દાન, શ્રી હરિની પૂજા કરનારના પિતૃ કુયોનિનો ત્યાગ કરીને સ્વર્ગમાં જાય છે તેવી માન્યતા છે. એવું કહેવાય છે કે આ એકાદશી વ્રત જે પણ કરે છે તેના પિતૃ પક્ષની 10 પેઢીઓ અને માતૃ પક્ષની 10 પેઢીઓ અને પત્ની પક્ષની પણ 10 પેઢીઓને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન, ધન અને કીર્તિમાં વધારો થાય છે તેવી પૌરાણિક માન્યતા છે. એકાદશીનું વ્રત કરવાવાળાએ ખાસ આ જયા એકાદશી વ્રતની કથનું સાંભળવી જોઈએ જેથી તેમનું ઇચ્છિત ફળ પ્રાપ્ત થઈ શકે. જયા એકાદશી વ્રત કથા…
જ્યોતિષી શાસ્ત્ર અનુસાર, માર્ચમાં સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનો અદૂભુત સંયોગ બનવા જઇ રહ્યો છે. આ યોગ મિથુન સહિત ત્રણ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને લાભકારી છે. આવો જાણીયે, શનિ ગોચર અને સૂર્ય ગ્રહણ કઇ રાશિના જાતકો માટે ફળદાઇ રહેશે. 1. Shani Gochar Surya Grahan Yog Prediction: વૈદિક જ્યોતિષમાં, ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે, ત્યારે ઘણી વખત યુતિ યોગ બને છે. ગ્રહો અને તારાઓ દ્વારા રચાયેલા અદ્ભુત સંયોજનોની અસર દરેક માનવીના જીવન પર જોઈ શકાય છે. 2. સૂર્ય ગ્રહણ અને શનિ ગોચર જ્યોતિષ ગણતરી મુજબ, તે 29 માર્ચ, 2025 ના રોજ…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 07-02-2025-શુક્રવાર, માસ:મહા, પક્ષ:સુદ, તિથિ: દશમ, નક્ષત્ર: રોહિણી, યોગ: ઈન્દ્ર, કરણ: તૈતિલ, રાશિ વૃષભ (બ.વ.ઉ.) 2. મેષ (અ.લ.ઈ.) માનસિક ચિંતા અનુભવશો, તબિયત બાબતે સંભાળવું, સ્વજનોથી નિરાશા મળશે, ખર્ચની બાબતે સાચવીને કામ કરવું 3. વૃષભ (બ.વ.ઉ.) આવકનું પ્રમાણ વધશે, ધંધામાં ફાયદો થશે, કોઈ સારા સમાચાર મળશે, હરીફાઈવાળા કામમાં સફળતા મળશે 4. મિથુન (ક.છ.ઘ.) માનસિક બેચેની અનુભવશો, રોકાણ માટે સમય સારો નથી, જીવનસાથીનો સહયોગ મળશે, મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે 5.…
સૂર્ય દેવ થોડા જ દિવસમાં રાશિ પરિવર્તન કરવાના છે પરંતુ તેના પહેલા તેઓનું નક્ષત્ર પરિવર્તન પણ થવાનું છે. જેનો લાભ અમુક રાશિના લોકોને થવાનો છે. 1. સૂર્ય દેવ સૂર્ય દેવ અત્યારે મકર રાશિમાં બિરાજમાન છે. સૂર્ય દેવ 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી અમુક રાશિના લોકોને ફાયદો થશે. કુંભ રાશિમાં ગોચર પહેલા સૂર્ય દેવ નક્ષત્ર બદલશે. સૂર્ય દેવના નક્ષત્રમાં પરિવર્તનને કારણે અમુક રાશિના લોકોની કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. આ સિવાય તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. 2. સૂર્ય ગોચર સૂર્ય દેવ 6 ફેબ્રુઆરીએ નક્ષત્ર બદલશે. આ દિવસે, સૂર્ય દેવ શ્રવણ નક્ષત્રથી ધનિષ્ઠા…
ગીરના જામવાળા ખાતે આઈ પીઠડનું પુરાતન મંદિર આવેલું છે. અહીં માતાજી સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. માત્ર 13 વર્ષની ઉંમરે કચ્છમાંથી અહીં પધાર્યા અને આ જગ્યા સંભાળી ત્યારથી અહીં માઁ પીઠડ જાગૃત થયા છે. વર્ષો પહેલા અહીં ચારણનો નેસ હતો જે નાણાંવાળીનો નેસ તરીકે ઓળખાતો આ નેસમાં જગદંબા સ્વરૂપ પીઠડ મા પ્રગટ થયા હતા. આજે અહીં ગામ વસી ચૂક્યું છે. તે જામવાળા તરીકે ઓળખાય છે. અહીં જ પીઠડ આઈ ધામ આવેલું છે. મા લક્ષ્મી આઈ અહીં આવીને વસ્યા બાદ જગ્યાનો અદભુત વિકાસ થયો છે. મા લક્ષ્મી આઈ ખુબ જ નાની ઉંમરે એટલે કે બાલ્યા અવસ્થામાં હતા ત્યારે પીઠડ આઈ સ્વપ્ને આવ્યા…