Author: Heet Bhanderi
ગુરુ હવે સીધી ચાલ ચાલશે અને ઘણી રાશિ પર તેમની કૃપા વરસાવશે. આ જાતકોના જીવનમાં વિદેશ યાત્રા, વાહન સુખ, પ્રમોશન મળવા જેવી ઘણી શુભ ઘટનાઓ બનશે. ત્યારે ચાલો જોઇએ ગુરુના માર્ગી થવાથી કઇ રાશિ પર શું પડશે અસર 1. Guru ki seedhi chal: જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. 4 ફેબ્રુઆરી 2025ના રોજ, ગુરુ સીધો વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ વર્ષ 2025 ની એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. ગુરુ ગ્રહનું સીધો થવું એ તેના વક્રી પ્રભાવના અંત અને તેના સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાનો સંકેત છે. જ્યારે ગુરુ સીધી દિશામાં હોય છે, ત્યારે તેમના પ્રભાવથી જીવનના વિવિધ…
બોલિવૂડ ગાયક ઉદિત નારાયણ એક મહિલા ચાહકને કિસ કરવા બદલ ચર્ચામાં છે. ઉદિતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. બોલિવૂડ ગાયક ઉદિત નારાયણ હાલમાં એક મહિલા ચાહકને ચુંબન કરવાના વિવાદમાં ફસાયેલા છે. સોશિયલ મીડિયાથી લઈને ગલીઓ સુધી દરેક જગ્યાએ ગાયક વિશે ચર્ચા થઈ રહી છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે ઉદિત આ મુદ્દે પહેલાથી જ સ્પષ્ટતા આપી ચૂક્યા છે. અને હવે ગાયક કહે છે કે તેને આ અંગે કોઈ અફસોસ નથી. ઉદિતે શું કહ્યું તે જાણીએ? ઉદિત નારાયણે શું કહ્યું? તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ઉદિત નારાયણે આ…
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા PM મોદીએ ખૂબ જ રસપ્રદ અંદાજમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી. આ દરમિયાન અમુક વિદ્યાર્થીઓ એક મોટા ઝાડની છે બેઠા હતા અને PM મોદી તેમની સાથે વાત કરી રહ્યા હતા. PM મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં દિલ્હી સરકાર પર ઘણા હુમલા બોલ્યા. PM મોદીએ કહ્યું, ‘મે સાંભળ્યું છે કે દિલ્હીમાં તે બાળકોને 9માં ધોરણ બાદ આગળ નથી વધવા દેતા, જેમની પાસ થવાની કોઈ ગેરંટી નથી હોતી. કેમ કે જો તેમનું રિઝલ્ટ ખરાબ થયું તો તેમની સરકારની પ્રતિષ્ઠા ખરાબ થઈ જશે. એટલા માટે ખૂબ બેઈમાનીથી કામ કરવામાં આવે છે.’ પ્રધાનમંત્રીએ તર્ક આપ્યું કે બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમાન…
સંસદના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું, ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કર્યો. જ્યારે બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26 માટે દેશનું બજેટ રજૂ કર્યું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કહ્યું કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં કંઈ નવું નથી. રાષ્ટ્રપતિના સંબોધનમાં કંઈ નવું નથી: રાહુલ ગાંધી વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં કંઈ નવું નથી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આભાર માન્યો અને કેમેરા માટે ડબલ થેંક્સ પણ કહ્યું. રાષ્ટ્રપતિના સંબોધન અંગે રાહુલ…
બજેટ પહેલા પ્રદેશ પ્રમુખની નિમણૂક, બજેટ બાદ મંત્રી મંડળનુ વિસ્તરણ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂકની તેમજ મંત્રી મંડળના વિસ્તરણની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ સ્થિતિમાં જ જીલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. ઉપરાંત 19મી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર પણ ચાલુ થવાનુ છે. જે 30મી માર્ચ સુધી ચાલશે. પ્રમુખની નિયુક્તિ અને વિસ્તરણ અંગ હવે સચિવાલયમાં ટોચના અધિકારીઓએ પણ ચર્ચા કરવાનુ બંધ કરી દીધુ છે. જ્યારે ભાજપના સિનિયર નેતાઓનુ અનુમાન છે કે, સૌ પ્રથમ તો પંચાયત પાલિકાની ચૂંટણીનુ પરિણામ આવી ગયા બાદ ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દેવાશે. ત્યાર બાદ એટલે કે બજેટ સત્ર પછી એપ્રિલ…
તાજેતરમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાનને લઇ આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે રાજ્યમાં 3,4 અને 5 ફેબ્રિુઆરીએ માવઠુ પડી શકે છે. જીરાના પાકને માવઠાની અસર થતા કાળિયો રોગ આવવાની શક્યતા છે. વાતાવરણમાં ફેરફારને લીધે મોડા આવેલા ઘઉંમાં પણ ઈયળ પડી શકે છે. મકાઈ અને મોડી વાવેલી તુવેરમાં પણ લીલી ઈયળનો રોગ જોવા મળી શકે છે. મોટાભાગના શિયાળુ પાકને ખરાબ અસર થવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં માવઠું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દાહોદ, વડોદરા, આણંદ, ખંભાત, ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.…
અમદાવાદમાં નારોલના શાહવાડી વિસ્તારમાં મહાદેવનું એક હજાર વર્ષથી વધારે પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલુ છે, જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે. ભગવાન ભોલેનાથના આ સોમનાથ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે. સોમનાથના દર્શન માત્રથી તેમના ભવ-ભવના પાપોનો નાશ થાય છે.વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન આ મંદિર પણ પ્રભાસ પાટણના સોમનાથ તીર્થ બરાબર જ છે. સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમા એવો છે કે ન માત્ર શ્રાવણ માસ પરંતુ બારેય માસ મંદિર શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે. દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના સોમવાર અને મહાશિવરાત્રીના રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર્શનનો લ્હાવો…
તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારુ સપ્તાહ તે જાણો, અને સાથે સમસ્યા નિવારણના ઉપાય પણ જાણો 1. સાપ્તાહિક રાશિ ભવિષ્ય વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને તારાઓની હિલચાલ તમામ 12 રાશિઓને અસર કરે છે. ગ્રહોની ચાલને કારણે કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે જ્યારે કેટલીક રાશિઓને અશુભ ફળ મળે છે. સાપ્તાહિક કુંડળીની ગણતરી ગ્રહોની ગતિના આધારે કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, જ્યારે અન્ય લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. 2. મેષ મન અસ્વસ્થ થઈ શકે છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો.…
માઘ(મહા) મહિનાની છઠની તિથિને ષષ્ઠી તિથીના દીવસે સ્કંદ ષષ્ઠીનું વ્રત રાખવામાં આવે છે. ભગવાન સ્કંદને સુબ્રમણ્યમ, કાર્તિકેયન અને મુરૂગન જેવા નામથી પણ જાણવામાં આવે છે. માઘ ષષ્ઠીનો દિવસ ભગવાન કાર્તિકેયને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત રાખવાથી જાતકોની બધી મનોકામના પૂરી થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. આવો જોઈએ માઘ સ્કંદ ષષ્ઠી વ્રતની પૂજા-વિધિ અને શુભ મુહૂર્ત વિશે. પૂજાનું મુહૂર્ત પંચાંગ અનુસાર ષષ્ઠી તિથી 3 ફેબ્રુઆરી સવારે 06:52 મિનિટથી શરૂ થશે જે 4 ફેબ્રુઆરી ના રોજ સાંજના 04:37 મિનિટ સુધી રહેશે. ઉદય તિથી અનુસાર 03 ફેબ્રુઆરીના દિવસે ષષ્ઠીનું વ્રત રાખવાં આવશે. આ દિવસે સાધ્ય યોગ 4…
સુખ-સમૃદ્ધિના કારક ગુરુ ગ્રહ 4 ફેબ્રુઆરીએ પોતાની ચલ બદલશે. ગુરુ હવે વૃષભ રાશિમાં સીધી ચાલ ચાલશે અને આવનાર સમયમાં 5 રાશિઓના જાતકોના નસીબ ખોલી દેશે. 1. ગુરુ ગ્રહ માર્ગી 2025 જ્યોતિષ મુજબ ગુરુ અત્યાર સુધી વૃષભ રાશિમાં વક્રી હતા જે 4 ફેબ્રુઆરી 2025થી વૃષભ રાશિમાં માર્ગી થશે. 2. 4 ફેબ્રુઆરીએ થશે માર્ગી ગુરુ 4 ફેબ્રુઆરી 2025 ના રોજ બપોરે 03:09 મિનિટે માર્ગી થશે. જાણો ગુરુની સીધી ચાલની અસરથી કઈ રાશિઓના જાતકોના શરૂ થશે અચ્છે દિન. 3. મેષ મેષ રાશિના લોકોને સીધા ગુરુ ઘણો આર્થિક લાભ આપશે. નાણાકીય સમસ્યાઓ દૂર થશે. ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. 4.…