Author: Heet Bhanderi
વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. જ્ઞાનની અને વાણીની આ દેવીની પૂજા કરવાથી આશીર્વાદ મળે છે. આ દિવસે જો આટલું કામ કરશો તો માં જરૂર પ્રસન્ન થશે અને તમને અઢળક ખુશીઓ અપાવશે. વસંત પંચમી પર શું કામ કરવું જોઈએ? – વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. – આ દિવસે પીળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે, તેની પાછળની માન્યતા છે કે પીળો રંગ જ્ઞાન અને બુદ્ધિનું પ્રતિક છે. – માતા સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્રને સાફ કરો અને તેમને પીળા કે સફેદ ફૂલ, અક્ષત, ચંદન અને…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 31 01 2025 શુક્રવાર, માસ-મહા,પક્ષ-સુદ, તિથિ-બીજ, નક્ષત્ર-શતતારા, યોગ-વરિયાન,કરણ-કૌલવ, રાશિ-કુંભ (ગ.સ.શ.ષ.) 2. મેષ (અ.લ.ઈ.) કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે, નોકરી-ધંધામાં સારી તકો મળશે,કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે 3. વૃષભ (બ.વ.ઉ.) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે, બચત કરી નાણાકીય વ્યય રોકશો,કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી 4. મિથુન (ક.છ.ઘ.) શારીરિક અને માનસિક થાક અનુભવશો, આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો, નકારાત્મક વિચારોને મનથી દૂર…
દરેક ગ્રહનો માનવ જીવન પર ઊંડો પ્રભાવ પડે છે. દરેક ગ્રહની પોતાની લાક્ષણિકતાઓ અને અસરો હોય છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત બનાવવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે. જ્યોતિષના નિષ્ણાતો ગ્રહોના નકારાત્મક પ્રભાવથી બચવા માટે રત્નો પહેરવાની ભલામણ કરે છે. આનું કારણ એ છે કે કોઈ ગ્રહ સાથે સંકળાયેલ રત્ન તે ગ્રહના પ્રભાવને નિયંત્રિત કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, પોખરાજને ગુરુ ગ્રહનું રત્ન કહેવામાં આવે છે. આ રત્ન કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે અને માનસિક શાંતિ, સમૃદ્ધિ અને અપાર સફળતા પ્રદાન કરે છે. ચાલો જાણીએ પીળા પોખરાજ સંબંધિત ખાસ નિયમો. પીળો પોખરાજ ક્યારે અને કઈ…
પશ્ચિમ બંગાળમાં કોલેજ પ્રોફેસર અને વિદ્યાર્થીનીએ ક્લાસમાં જ લગ્ન કરી લેતાં હોબાળો મચ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયાં બાદ તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં શું દેખાય છે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રોફેસર દુલ્હનના વેશમાં રહેલી વિદ્યાર્થીનીના ગળામાં જયમાળા નાખતાં અને માંગમાં સિંદૂર ભરતાં જોવા મળ્યા હતા. કેટલાક શૂટિંગ કરતાં પણ જોવા મળ્યાં હતા. આ ઘટના બાદ હોબાળો મચ્યો છે અને તપાસ માટે 3 સભ્યોની કમિટી નિમવામાં આવી છે. https://twitter.com/priyarajputlive/status/1884852044646830215?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1884852044646830215%7Ctwgr%5E74e3100b6da7d9407676cab7dbd620d5a56016b7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fprofessor-marrying-student-in-class પ્રોફેસરને રજા પર મોકલી દેવાયાં વીડિયો સામે આવ્યા બાદ કોલેજ પ્રશાસન દ્વારા શિક્ષકને રજા પર મોકલી દેવામાં આવ્યો હતો પરંતુ જોકે તેણે…
સર્વાઇકલ કેન્સરથી પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવીને સનસનાટી મચાવનાર બોલ્ડ એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડે (Poonam Pandey) મૌની અમાવસ્યાના અવસર પર મહાકુંભમાં (Mahakumbh 2025) ડુબકી લગાવવ પહોંચી હતી, જ્યાં તેણે અમૃત સ્નાન કર્યું. પૂનમ આ મહાન ઉત્સવની સાક્ષી બની અને ગંગામાં ડૂબકી લગાવીને તેણે પોતાના પાપો ધોઈ નાખ્યા. મહાકુંભમાં થયેલી દુ:ખદ ભાગદોડની ઘટના પર પ્રતિક્રિયા આપતા પૂનમ પાંડેએ તેને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી. ઘણા સ્ટાર્સની જેમ, પૂનમ પાંડે પણ મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી હતી. સંગમ કિનારા સુધી પહોંચવા માટે લોકોને ઘણા કિલોમીટર ચાલવું પડે છે. જોકે, પૂનમ પાંડેએ સંગમ કિનારે પહોંચવા માટે સ્કૂટીની સવારી લીધી. તેમણે ચાહકો સાથે ભીડનો નજારો પણ શેર…
19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં મિની વર્લ્ડ કપ તરીકે જાણીતી ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થઈ રહી છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીની તારીખનું એલાન થયું છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે આઈસીસી સાથે મળીને ઓપનિંગ સેરેમનીની તારીખનું એલાન કર્યું છે જે પ્રમાણે 16 ફેબ્રુઆરીએ લાહોરમાં ઓપનિંગ સેરેમની યોજાશે તેમાં ભાગ લેનારી 8માંથી 7 ટીમોના કેપ્ટન હાજર રહેશે જોકે ભારતીય કેપ્ટન રોહિત શર્મા લાહોર જશે કે નહીં તે લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચો દુબઈમાં રમવાનું છે. 7 ફેબ્રુઆરીએ લાહોર સ્ટેડિયમનું ઉદ્ધાટન અધ્યક્ષ મોહસિન નકવીએ 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પહેલા…
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ લગભગ ટળ્યું છે. માવઠાની સિસ્ટમ નબળી પડી હોવાની હવામાન વિભાગની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી અઠવાડિયામાં તાપમાનમાં ફેરફારની શક્યતા નથી સક્રિય થઈ શકે છે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાથી ગરમીનો અનુભવ થશે તેમજ બે વસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી સમયમાં સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું હજુ શિયાળો ગયો નથી. પરંતુ સામાન્ય ગરમીનો અહેસાશ થવા લાગશે. અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભરે શિયાળે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ”હવામાનમાં મોટા ફેરફાર થશે અને તારીખ 2, 3, 4 ફ્રેબ્રુઆરીએ કમોસમી…
મહાકુંભમાં ફરી એકવાર આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ મહાકુંભના સેક્ટર-22માં બનેલા ટેન્ટમાં આગ લાગી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. સદનસીબે કોઈ ભક્ત સ્થળ પર તંબુમાં નહોતા. આગ લાગ્યા બાદ તમામ લોકો બહાર આવી ગયા હતા જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. નોંધનિય છે કે, મહાકુંભનો સેક્ટર-22 વિસ્તાર છટનાગ ઘાટ અને ઝુસીના નાગેશ્વર ઘાટની વચ્ચે છે. ગુરુવારે અહીં અચાનક ઘણા ટેન્ટ સળગવા લાગ્યા. આ જોઈને શ્રદ્ધાળુઓ તેમના તંબુમાંથી બહાર આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું…
ગુપ્ત નવરાત્રી દરમિયાન 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ જેથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે. 1. દેવી દુર્ગાને સમર્પિત છે ગુપ્ત નવરાત્રી Gupt Navratri 2025: માઘ (મહા) ગુપ્ત નવરાત્રીની શરૂઆત 30 જાન્યુઆરી એટલે કે આજથી થઈ રહી છે. ગુપ્ત નવરાત્રી 7 ફેબ્રુઆરીએ પારણા સાથે સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રીનો પવિત્ર તહેવાર દેવી દુર્ગાને સમર્પિત હોય છે અને દર વર્ષે બે વાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો દસ મહાવિદ્યાઓની પૂજા કરે છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉપવાસ કરે છે. 2. ગુપ્ત નવરાત્રીના ખાસ ઉપાય એવી માન્યતા છે કે…
જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના સીદસર ગામે ઉમિયાધામ આવેલુ છે. વેણુ નદી કિનારે આવેલા ઉમિયાધામમાં ઉમિયા માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. સાધુ સંત અને ભુખ્યાની સેવા કરતા પ્રૌઢને માતાજીનો સાક્ષાત્કાર થયો પછી સ્વયંભૂ પ્રગટ થયા મા ઉમિયા. કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા માતાજીના મંદિરે તમામ જ્ઞાતિના લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. સીદસર ગામે વિશ્વવિખ્યાત ઉમિયાધામ આવેલું છે ઉમિયાધામમાં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. વેણુ નદી કિનારે આવેલા મા ઉમિયાના મંદિર પરિસરમાં પ્રવેશતા જ મંદિરની આજુબાજુમાં બનાવવામાં આવેલા સુંદર બાગ અને કલાત્મક કોતરણીકામ કરેલા સ્તંભ આકર્ષક છે. ભાવિકો માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે અને…