Author: Heet Bhanderi
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં દરરોજ ભક્તોની ભીડ ઉમટી રહી છે. 144 વર્ષ પછી યોજાઈ રહેલા મહાકુંભમાં માત્ર સામાન્ય લોકો જ નહીં, પોલિટિશયનથી લઇ બોલિવૂડ સ્ટાર્સ ઘણાં લોકોએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી છે. અનુપમ ખેર, વિક્કી કૌશલ, વિદ્યુત જામવાલ, રાજકુમાર રાવથી લઈને નીના ગુપ્તા, જુહી ચાવલા, હેમા માલિની, એકતા કપૂર સુધી, બધાએ સંગમમાં સ્નાન કરીને તેમના અનુભવ સોશિયલ મીડિયા પર શેર કરી ચુક્યા છે. ત્યારે હવે અભિષેક બચ્ચનની ‘દસવી’ ફેમ એક્ટ્રેસ નિમરત કૌર પણ પ્રયાગરાજ પહોંચી હતી અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. નિમ્રિત કૌરે પણ સંગમમાં સ્નાન કર્યું નિમ્રિત કૌરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં…
વડોદરા જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો છે. સન્માન સમારોહમાં પણ જૂથબંધી જોવા મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ બાદ કરજણમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કાર્યકરોના અભાવે ખાલીખમ ખુરશીઓ જોવા મળી હતી. વડોદરા જિલ્લા ભાજપમાં વકર્યો આંતરિક વિવાદ સન્માન સમારોહમાં જીતેલા 19માંથી 11 ઉમેદવાર જ હાજર રહ્યા હતા. તો બીજી બાજું કાર્યક્રમમાં પાર્ટીના 300 જેટલા કાર્યકરો આવશે તેવો અંદાજ હતો. જો કે, 300માંથી માત્ર 70 જેટલા કાર્યકરોએ હાજરી આપી હતી. સન્માન સમારોહમાં સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના મંત્રીઓની પણ ગેરહાજરી નોંધાઈ હતી. વડોદરા જિલ્લા ભાજપ નેતાઓ જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલ સામે નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કાર્યકરોની ખુરશીઓ ખાલીખમ…
જસદણ તાલુકાના કનેસરા ગામે 3500 વર્ષ પુરાણુ મંદિર આવેલુ છે પ્રજાના હિત ખાતર રાજાએ તળાવનું ખોદકામ કરાવ્યુ ત્યારે સ્વયંભૂ પ્રસન્ન થયુ હતુ કંનનાથ મહાદેવનું શિવલિંગ. જસદણથી 16 કિલોમીટરના અંતરે કનેસરા ગામથી બે કિલોમીટર દૂર હરિયાળા જંગલ વિસ્તારમાં નદી કાંઠે કંનનાથ મહાદેવ બિરામાન છે. જસદણ તાલુકાના કનેસરા ગામ પાસે 3500 વર્ષ પૌરાણિક મંદિર આવેલુ છે. કનેસરાથી બે કિલોમીટરના અંતરે હરિયાળા જંગલ વિસ્તારમાં નદી કિનારે બિરાજમાન છે કંનનાથ મહાદેવ. વર્ષોથી કનેસરામાં બિરાજમાન કનંનાથ મહાદેવજીના મંદિરનો ઈતિહાસ રોચક છે. મહાદેવજીના મંદિરે દૂરદૂરથી ભાવિકો દર્શન કરવા આવે છે અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અહેસાસ કરે છે. જસદણના કનેસરા ગામે 3500 વર્ષ પુરાણુ મંદિર આશરે…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 20 02 2025 ગુરુવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ સાતમ સવારે 9:57 પછી આઠમ, નક્ષત્ર વિશાખા, યોગ ધ્રુવ, કરણ બવ સવારે 9:57 પછી બાલવ, રાશિ વૃશ્ચિક (ન.ય.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને મધ્યમ દિવસ રહેશે તેમજ મન પ્રસન્ન રહેશે અને આકસ્મિક લાભ થશે તેમજ મિત્રો સાથે મતભેદ રહેશે 3. વૃષભ (બ.વ.ઉ.) પારિવારિક તણાવ રહેશે અને સંપત્તિના કામોમાં મુશ્કેલી રહે તેમજ પરિવારથી સહયોગ મળશે, કામકાજમાં સફળતા મળશે 4.…
આગામી 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ આવી રહી છે. આ દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ પણ ખૂબ ખાસ માનવામાં આવી રહ્યો છે. કેમ કે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેનાથી અમુક રાશિના લોકોનું નસીબ ચમકી જવાનું છે. 1. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખાસ મહત્વ છે. આ દિવસ શંકર ભગવાન અને માતા પાર્વતીને સમર્પિત છે. માન્યતા અનુસાર આ દિવસે શંકર ભગવાનના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાય છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી બુધવારના રોજ ઉજવાશે. જ્યોતિષ અનુસાર આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે. કેમ કે આ દિવસે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ નિષ્ણાતો…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ મત ગણતરીના પરિણામો જાહેર થયા હતા. ત્યારે રાજ્યમાં મોટા ભાગની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. પરંતુ રાજ્યમાં હજી ઘણી બેઠકો એવી છે જ્યા ભાજપનો હાથ પહોંચી શક્યો નથી. અને હજી પણ ત્યા અપક્ષ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો રાજ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો વિજય દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકા ભાજપના પંજાથી દૂર રહી ગઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ નગરપાલિકામાં વોર્ડ નં 1 અને 2 માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જેમાં તમામ ચાર ઉમેદવારોને વિસ્તારના લોકોએ વધાવી લીધા હતા. દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી…
નવસારી શહેરની મધ્યમાં આશાપુરી માતાજીનું મંદિર આવેલુ છે. આશાપુરી મંદિર વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતુ ગાયકવાડ રાજાના રજવાડા સમયનુ 400 વર્ષ પૌરાણિક આશાપુરી માતાનું ધામ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પ્રેમ શ્રદ્ધા અને આસ્થાનુ પ્રતિક એટલે માં આશાપુરી. લગભગ ત્રણસો અઠ્યાસી વર્ષ પૌરાણિક ઐતિહાસિક આશાપુરી માં નુ મંદિર. વિશેષ ઐતિહાસિક મહત્વ અને વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતુ ગાયકવાડ રાજાના સમયનુ પૌરાણિક આશાપુરી માતાનુ મંદિર દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં આવેલુ છે. નાના દેશી રજવાડાઓથી ચાલતા બરોડા રાજ્યના ભાગ તરીકે નવસારી શહેરને વિકસાવવામા આવ્યુ હતુ જેમા રજવાડાઓની આશા પુર્ણ કરનારુ અને આસ્થાનુ પ્રતિક બની ગયેલુ આશાપુરી…
હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. રંગોનો આ તહેવાર લોકોના જીવનમાં નવો ઉત્સાહ અને ખુશી લાવે છે. હોળીનો ખરાબ પર સારાનુ પ્રતિક માનવામાં આવે છે.પરંતુ આ સમયે હોળી પર ચંદ્રગ્રહણ હશે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળી પર થવાનું છે. આવી સ્થિતિમાં, આ સમય દરમિયાન તમારે આ કામ ભૂલથી પણ ન કરવા જોઇએ. આ કાર્યો કરવાથી તમારા જીવન પર નકારાત્મક અસર થઈ શકે છે. હોળી અને ચંદ્રગ્રહણ 2025 માર્ચ મહિનામાં 14 માર્ચ 2025 ના રોજ હોળીનો ઉત્સવ ઉજવવામાં આવશે. હોળી દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાને દિવસે આવે છે.આ મહિને ફાલ્ગુન પૂર્ણિમા તિથિ 13 માર્ચે સવારે 10:35 વાગ્યે શરૂ થશે.…
હોળી પર ત્રણ શક્તિશાળી ગ્રહોનું સંયોજન બનશે, જે ત્રિગ્રાહી યોગ બનાવશે. આ ત્રિગ્રાહી યોગ સાથે, ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. ચાલો જાણીએ કે આ કઇ ત્રણ રાશિ છે. 1. વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને હોળી પર બનવા વાળો ત્રિગ્રહી યોગ લાભ દાયક સાબિત થઇ શકે છે.આ સમય દરમિયાન, વૃષભ રાશિના જાતકોની આવક વધી શકે છે.નોકરીમાં આ રાશિના જાતકોને વિદેશથી ઓફર આવી શકે છે.આો લોકો કોઇ નવી ડીલ પણ કરી શકે છે.જેનાથી આવનારા દિવસોમાં લાભ થશે.શેર બજારમાં રોકાણથી લાભ થશે. 2. મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે, હોળી પર બનાવા વાળો ત્રિગ્રાહી યોગ ખૂબ શુભ સાબિત થઈ શકે…
જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, શનિ દેવ મીન રાશિમાં જઇ ચાંદીનો પાયો ધારણ કરશે. એવામાં આ સમયે 4 રાશિના જાતકોના કરિઅર, વેપારમાં ભારે બદલાવ આવશે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, શનિદેવ 28 માર્ચ, 2025 ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર સાથે શનિદેવ ચાંદીનો પાયો ધારણ કરશે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. એવું કહેવાય છે કે જો શનિદેવ દયાળુ હોય તો તે રંકને પણ રાજા બનાવી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે શનિનો ચાંદીનો પાયો ધારણ કરવાથી કઈ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થશે અને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિનો ક્રમ શરૂ થશે. વૃષભ રાશિ શનિદેવના…