Author: Heet Bhanderi
વૈદિક વિદ્વાનો અનુસાર, કેતુને પાપી કે છાયા ગ્રહ પણ કહેવામાં આવે છે. હવે તે 18 વર્ષ પછી સૂર્ય રાશિ સિંહમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આના પરિણામે, ઘણી રાશિઓના લોકોનું ભાગ્યોદય થશે જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. એટલે કે, એક એવો ગ્રહ જે વાસ્તવમાં અસ્તિત્વમાં નથી પણ તેની અસર દરેક જગ્યાએ અનુભવાય છે. અન્ય ગ્રહોની જેમ, કેતુ પણ એક રાશિથી બીજી રાશિમાં બદલાય છે. આ ગોચર 18 વર્ષ પછી થાય છે. કેતુ ગ્રહ હાલમાં કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગ્રહ ગોચર 2025 આ વર્ષે મે મહિનામાં તે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરને કારણે, ઘણી રાશિઓ…
મહાશિવરાત્રિ આ વર્ષે 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર ભગવાન શિવ અને પાર્વતીજીના આ દિવસે વિવાહ થયા હતા. 1. મહાશિવરાત્રિ 2025 મહાશિવરાત્રિના દિવસે જે જાતક વ્રત કરે છે તેના જીવનમાં ભગવાન ભોલેનાથ સુખ અને સમૃદ્ધિ આપે છે. 2. વસ્તુ અર્પણ એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને અમુક વસ્તુઓ અર્પણ કરવી ખૂબ શુભ મનાય છે. તેના લીધે જીવનમાં રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. 3. ધતૂરો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ધતૂરો અર્પણ કરવો જોઈએ. કહેવાય છે કે ભગવાન શિવને ધતૂરો ખૂબ પ્રિય છે. 4. દૂધ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો દૂધથી રુદ્રાભિષેક કરવો જોઈએ આ દિવસે રુદ્રાભિષેકનું…
ગ્રહોની ગતિના આધારે સાપ્તાહિક જન્માક્ષરની આગાહી કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે, આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે. 1. સાપ્તાહિક રાશિ ભવિષ્ય વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને તારાઓની ગતિ બધી 12 રાશિઓને અસર કરે છે. ગ્રહોની ગતિને કારણે કેટલીક રાશિના લોકોને શુભ ફળ મળે છે તો કેટલીક રાશિના લોકોને અશુભ ફળ મળે છે. ગ્રહોની ગતિના આધારે સાપ્તાહિક જન્માક્ષરની આગાહી કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે, આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, જ્યારે કેટલીક રાશિઓના લોકોએ સાવધ રહેવાની જરૂર છે. 2. મેષ મેષ રાશિના લોકો માટે અઠવાડિયાની શરૂઆત સારી…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 17 02 2025 સોમવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ પાંચમ, નક્ષત્ર ચિત્રા, યોગ ગંડ, કરણ કૌલવ, રાશિ કન્યા (પ.ઠ.ણ.) સાંજે 6:01 પછી તુલા (ર.ત.) 2. મેષ (અ.લ.ઈ.) કામકાજમાં ઉચાટ જણાશે અને ઉશકેરાટના કારણે વાણીમાં દોષ જણાશે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું અને તબિયત બાબતે કાળજી રાખવી 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને માનસિક ચિંતાઓ રહેશે તેમજ પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે અને કામકાજમાં ઓછો સહયોગ મળશે, પરિવારની વિરુદ્ધ…
દિલ્હી રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ રોમાંચક અને મહત્વપૂર્ણ સમયમાંથી પસાર થઇ રહી છે. નવા રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓને પસંદ કરવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં નવું સત્તાવાર ચક્ર શરૂ થવાની તૈયારી થઈ રહી છે. PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના દ્રષ્ટિકોણથી, નવી સરકારની રચના માટે ઘણા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 19 અથવા 20 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ સમારોહ યોજાવાની શક્યતા છે. ભાજપના ધારાસભ્ય દળની બેઠક 17 કે 18 ફેબ્રુઆરીએ યોજાવવાની પણ સત્તાવાર આશા છે. આ બેઠકમાં 48 ધારાસભ્યોમાંથી 15 નામ પસંદ કરવામાં આવી રહ્યા છે. આમાંથી 9 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને તેમાંથી મુખ્યમંત્રી,…
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં દસ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે ૧૯ ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 10 શ્રદ્ધાળુઓના મોત મળતી માહિતી મુજબ, શુક્રવારે મોડી રાત્રે મેજામાં પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તે બધા છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા. બોલેરોમાં…
અમેરિકાથી ફરી એક ફ્લાઇટ અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયોને લઈને ભારત આવવાની છે. આ વખતે 2 ફ્લાઇટ આવશે. આ માટેની તૈયારીઓ અમેરિકાએ કરી લીધી છે. જે બે ફ્લાઇટ ભારતીયોને લઈને આવશે તેની તારીખ પણ આવી ગઈ છે. ઉલ્લેખનીય વાત એ છે કે હાલ નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે અને ગઇકાલે જ તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા હતા અને ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી હતી. ક્યારે આવશે ભારતીયો? સૂત્રો અનુસાર આવતીકાલે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ ગેરકાયદેસર NRI ને લઈને પહેલી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. અગાઉ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને આવેલી અમેરિકન ફ્લાઇટમાં 104 લોકો સવાર હતા. આ ફ્લાઇટ પણ અમૃતસરમાં ઉતરી…
દુનિયાભરના ક્રિકેટ ચાહકો ક્રિકેટની સૌથી મોટી લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2025 માટે મેગા ઓક્શન ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયું હતું, જેમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમની ટીમોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. હવે દર્શકો ફક્ત IPLની આગામી સીઝનની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી IPAનું આયોજન કરનાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી IPL 2025 ના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, ક્રિકબઝના એક અહેવાલ મુજબ બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓ સાથે મુખ્ય મેચોની તારીખો શેર કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 18મી આવૃત્તિ 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શરૂ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે. તેમણે વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર કહ્યા. પીએમ મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ‘એક અને એક મળીને 11 બને છે’ પીએમ મોદી સાથેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું કે, આગળ મોટા વેપાર સોદા થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન વેપાર કરારની અપેક્ષા છે. “અમે ભારત અને અમેરિકા માટે કેટલાક મોટા વેપાર સોદા કરવા જઈ…
રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોના હવામાનને લઇ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીએ ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. જેઓના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 50 કિલોમીટર ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાની શક્યતા રહેતા દરિયા કિનારે પવન ફૂંકાશે. આંધી-વંટોળનું પ્રમાણ વધે તેવી આગાહી વધુમાં અંબાલાલ પટેલએ જણાવ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ જવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરી ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. આંધી-વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે. ગુજરાતનું હવામાન આગામી છ દિવસ કેવું રહેશે…