આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. આ પહેલા આજે એટલે કે શુક્રવારે 2024-25ની આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવશે. સમીક્ષામાં વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્રના પ્રદર્શનના મૂલ્યાંકનની સાથે દેશ સામેના પડકારોની રૂપરેખા આપવામાં આવી છે. કેન્દ્રીય બજેટ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વેમાં સુધારા અને વિકાસની બ્લુ પ્રિન્ટ પણ આપવામાં આવી છે.
મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનની આગેવાની હેઠળની ટીમ દ્વારા સમીક્ષા તૈયાર કરવામાં આવી છે. તે આગામી નાણાકીય વર્ષ માટે આઉટલૂક આપવા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અર્થતંત્ર અને વિકાસની રૂપરેખા આપે છે.
સમીક્ષામાં ધીમી વૃદ્ધિ, યુએસ ડૉલર સામે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો અને વપરાશની ઓછી માંગ જેવા મહત્ત્વના વિકાસનું વિગતવાર મૂલ્યાંકન આપવામાં આવે તેવી અપેક્ષા છે.
સમીક્ષા ઘણીવાર ગરીબી નાબૂદી, આબોહવા પરિવર્તન, શિક્ષણ, માળખાકીય વિકાસ અને નાણાકીય ક્ષેત્રને લગતા પડકારો પર નવા અને આઉટ ઓફ ધ બોક્સ વિચારો પ્રદાન કરે છે.
તમને જણાવી દઈએ કે નાણામંત્રી શનિવારે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરશે . શુક્રવારથી બજેટ સત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન સાથે શરૂ થશે. સત્રનો પહેલો ભાગ ૧૩ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે અને બીજો ભાગ ૧૦ માર્ચે શરૂ થશે અને સત્ર ૪ એપ્રિલે સમાપ્ત થશે.