મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત પછી સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે મીડિયાને સંબોધિત કર્યા. મહારાષ્ટ્રમાં ભારે જીત બાદ સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર મીડિયાને સંબોધિત કરી રહ્યાં છે. મહાયુતિના નેતાઓએ મીડિયા સામે આવીને વિકટ્રી સાઇન બતાવ્યો હતો. પહેલા અજિત પવાર બોલ્યા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ વિકાસના મુદ્દે મહાયુતિને સમર્થન આપ્યું છે.
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, આ મહાયુતિની રેકોર્ડ જીત છે. અમે સમગ્ર મહારાષ્ટ્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે મહાવિકાસ અઘાડી સરકાર દ્વારા લાદવામાં આવેલા તમામ નિયંત્રણો હટાવી દીધા છે. લોકોએ અમારા પર પ્રેમ વરસાવ્યો. લોકોએ આ ચૂંટણી પોતાના હાથમાં લીધી હતી. અમારો ઉદ્દેશ્ય મહારાષ્ટ્રનો વિકાસ છે.
આ જનતાની સરકાર – સીએમ શિંદે
સીએમ શિંદેએ કહ્યું કે અમારી સરકાર સામાન્ય લોકોની સરકાર છે. પીએમ મોદીના સહયોગ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું. મહિલાઓ, બાળકો અને ખેડૂતો અમારા કેન્દ્રમાં રહ્યા છે. અમે કોમન મેનને સુપર મેન બનાવવા માંગીએ છીએ. મારા માટે સીએમનું ફુલ ફોર્મ મુખ્યમંત્રી નહીં પણ કોમન મેન છે.
વિજયથી અમારી જવાબદારી વધી – ફડણવીસ
ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું, “અમે મહારાષ્ટ્રના લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ પીએમ મોદીમાં મહારાષ્ટ્રનો વિશ્વાસ દર્શાવે છે. હું એટલું જ કહીશ કે અમે મહારાષ્ટ્રના લોકો સમક્ષ નમન કરીએ છીએ. તેનાથી અમારી જવાબદારી વધી છે.”
ખોટું બોલનારને મળ્યો જવાબ – અજિત પવાર
ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું, “મહારાષ્ટ્ર સરકાર નાણાકીય અનુશાસન લાવશે.” લડકી બહેન યોજના ગેમ ચેન્જર સાબિત થઈ. તેનાથી અમારી મુશ્કેલીઓ દૂર થઈ. મેં આવો વિજય ક્યારેય જોયો નથી. અમે જીતથી પ્રભાવિત નહીં થઈએ, બલ્કે તેનાથી અમારી જવાબદારી વધી ગઈ છે. આપણે જવાબદારીપૂર્વક વર્તવું પડશે.” અજિત પવારે કહ્યું, ”ખોટુ બોલનારાઓને જવાબ મળી ગયો છે. આપણા વિરોધ પક્ષો શૂન્ય થઈ ગયા છે.