રાજ્યમાં આગની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આજરોજ નવસારીમાં આગની ઘટના ઘટી હતી. શહેરના ગણદેવી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આ ગોડાઉનમાં આગ લાગતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. તથા ચાર લોકો ઘાયલ થયા હતા.
નવસારીમાં વધુ એક આગની ઘટના સર્જાઇ હતી. ગણદેવીમાં દેવસર નજીક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગની લાગી હતી. આસપાસના લોકોએ કેમિકલના બેરલ ટ્રકના કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતુ. ત્યારે આ ઘટનામાં ગોડાઉનમાં કામ કરતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તથા અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
#WATCH | Navsari, Gujarat: Fire broke out at a transport warehouse in Navsari's Bilimora. Fire tenders are present at the spot.
More details awaited. pic.twitter.com/UY7wtxaTYc
— ANI (@ANI) November 9, 2024
આગ એટલી ભીષણ હતી કે તેના પર કાબુ મેળવવા માટે ત્રણથી વધુ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં બીલીમોરા, ગણદેવી, ચીખલી સહિતની ફાયરની ટીમ હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ હજુ પણ વિકરાળ બને તેવી સંભાવના છે.