ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા કોઈ ઝડપી બોલર નહીં હોય. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું પેસ એટેક કેવું રહેશે? માનવામાં આવે છે કે અર્શદીપ સિંહનું રમવું લગભગ નક્કી છે, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં બીજા પેસર તરીકે કોનો સમાવેશ થશે? આ માટે મયંક યાદવ અને હર્ષિત રાણાના રૂપમાં બે વિકલ્પ છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનમાં કોને મહત્વ આપશે?
ભારત બાંગ્લાદેશ વચ્ચે ગ્વાલિયરના નવા શ્રીમંત માધરરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં 14 વર્ષ બાદ પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમવાની છે. જો કે ભારત બાંગ્લાદેશ ટી20 મેચ પહેલા ગ્વાલિયર શહેરમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક વીડિયો શેર કર્યો છે જેમાં ટી20 સિરીઝ પહેલા ભારતીય પેસ બેટરીએ બોલિંગ કોચ મોર્કલની નજરમાં જોરદાર બોલિંગ કરી હતી. હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ જ્યાં અનુભવી ખેલાડી છે. તો બીજી તરફ મયંક યાદવ અને હર્ષિત રાણા પણ મેચ માટે તૈયાર છે.
Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3
— BCCI (@BCCI) October 4, 2024
મયંક અને હર્ષિત બંનેએ ડોમેસ્ટિક ક્રિકેટર અને ઈન્ડિયાન પ્રીમિયમ લીગમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે અને હવે તેઓને ઈન્ટરનેશન ક્રિકેટમાં પોતાનો જુસ્સો બતાવવાની તક મળશે. બોલિંગ કોચ મોર્ન મોર્કલ આ દરમિયાન હર્ષિત અને મયંકની સાથે ઘણો સમય વિતાવી રહ્યા છે. બંનેને ટિપ્સ પણ આપવામાં આવી છે કે બોલિંગ સમયે કેવી રીતે ધ્યાન રાખવું.
જે રીતે આ ચારેય નેટ્સ પ્રેક્ટીસ કરી રહ્યા છે તે જોઈને બાંગ્લાદેશના બેટર્સનો પરસેવો છૂટી શકે છે. ભારત અને બાંગ્લાદેશની મેચ 6 ઓક્ટોબરે રમાશે અને બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. તેમજ ત્રીજી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ઈન્ડિયા ટી20 સ્ક્વોર્ડ
સૂર્યકુમાર યાદવ, રિંકૂ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, સંજુ સેમસન, જિતેશ શર્મા, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.
બાંગ્લાદેશ ટી20 સ્ક્વોર્ડ
નજમુલ હુસૈન શંટો, તૌહિદ હૃદય, તંજિદ હસન, મહમુદુલ્લાહ મેહદી હસન, મહેદી હસન મિરાઝ, પરવેઝ હુસૈન ઈમોન, લિટન દાસ, જાકિર અલી, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, તસ્કિન અહમદ, તંજિમ હસન સાકિબ, શોરીફુલ ઈસ્લામ, રકીબુલ હસન.