IPL 2025 માટે ઓક્શનમાં અનેક દિગ્ગજ પ્લેયર્સ ઉપલબ્ધ છે. કેમ કે અમુક ટીમોએ તેમને આ વર્ષે રિલીઝ કરી દીધા છે. જેથી તેમની પર કરોડોની બોલી લાગી શકે છે.
1. મેગા ઓક્શન
IPL 2025ના રિટેન્શનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જેથી હવે ફેન્સની નજર મેગા ઓક્શન ઉપર છે. આ ઓક્શનમાં અમુક વિદેશી પ્લેયરને જંગી રકમ મળી શકે છે. કયા કયા વિદેશી પ્લેયર પર મોટી બોલી લાગી શકે છે, તે આ આર્ટિકલમાં જાણીશું.
2. ફાફ ડુ પ્લેસી
RCBએ તેના ગઈ વખતના કેપ્ટન ફાફ ડુ પ્લેસીને રિલીઝ કરી દીધો છે, જેથી તેની પર ઓક્શનમાં મોટી બોલી લાગી શકે છે. આફ્રીકાનો આ બેટ્સમેન એકલા હાથે મેચ બદલી દેવાની પ્રતિભા ધરાવે છે.
3. જોશ બટલર
જોશ બટલર પર પણ મેગા ઓક્શનમાં મોટી બોલી લાગી શકે છે. તે ઓક્શનમાં ઉપલબ્ધ છે. કેમ કે તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યો છે.
4. મિચેલ સ્ટાર્ક
ગઈ સીઝનમાં KKR દ્વારા મોટી રકમમાં મિચેલ સ્ટાર્કને ખરીદવામાં આવ્યો હતો પરંતુ આ વખતે તેને રિલીઝ કરી દેવામાં આવ્યો છે. તેને રિટેન કરવામાં ન આવતા. આ વખતે પણ સ્ટાર્ક પર કરોડો રૂપિયા લાગી શકે છે.
5. ટ્રેન્ટ બોલ્ટ
આ ફાસ્ટ બોલરને રાજસ્થાન રોયલે રિટેન નથી કર્યો, જેથી તે પણ આ ઓક્શનમાં ઉપલબ્ધ છે. તે શરૂઆતની ઓવરમાં વિકેટ લેવામાં ખૂબ માહિર છે.
6. ગ્લેન મેક્સવેલ
ઓસ્ટ્રેલિયાનો આ વિસ્ફોટક બેટ્સમેન તેની ઝડપી બેટિંગના કારણે વિશ્વભરમાં જાણીતો છે. અને તે આ ઓક્શનમાં ઉપલબ્ધ પણ છે. જેથી લોકોની નજર તેની પર પણ રહેવાની છે.
7. જેક ફ્રેઝર મેકગર્ક
ઓસ્ટ્રેલિયાના આ વિષ્ફોટક બેટ્સમેનને દિલ્લીની ટીમે રિલીઝ કરી દીધો છે. એવામાં દરેક ટીમને એક બે હાર્ડ હીટરની જરૂર હોય છે જેથી જેક પર મોટી બોલી લાગી શકે છે.
8. વિલ જેક્સ
વિલ જેક્સ લોંગ લોંગ સિક્સર ફટકારવામાં માહિર છે. તે ખૂબ ઝડપી બેટિંગ કરી લે છે. આથી મેગા ઓક્શનમાં તેની પર પણ મોટી બોલી લાગે તેવી સંભાવના છે.