સેકસ એક પર્સનલ અને ઇમોશનલ અનુભવ છે, અને દરેક વ્યક્તિ તેના વિશે અલગ અલગ વિચારો અને ઇમોશન ધરાવે છે. મહિલાઓની વાત કરવામાં આવે તો સંભોગ દરમિયાન તેમના મગજમાં અનેક પ્રકારના વિચારો અને ભાવનાઓ આવે છે. આવો જાણીએ ઇન્ટીમેટ થતી વખતે મહિલાઓ શું વિચારે છે.
1. શરીર સંબંધિત વિચાર
સેક્સ દરમિયાન મહિલાઓના મનમાં ઘણીવાર પોતાના લુક્સને લઈને ચિંતા હોય છે. તે વિચારતી હોય છે કે મારું શરીર કેવું દેખાઈ રહ્યું હશે. પાર્ટનરને આકર્ષક લાગી રહી છું કે નહીં.
2. મારો પાર્ટનર ખુશ છે કે નહીં
મહિલાઓ સેક્સ દરમિયાન વિચારતી હોય છે કે શું તેમનો પાર્ટનર સંતુષ્ટ અને ખુશ છે. તે પોતાના પાર્ટનરના રિએક્શન પર ફોકસ કરે છે અને પ્રયાસ કરે છે કે આ અનુભવ બંને માટે સારો રહે.
3. શું યોગ્ય રીતે કરી રહી છું?
અમુક મહિલા સેક્સ દરમિયાન વિચારે છે કે, હું બધું બરાબર રીતે કરી રહી છુ કે નહીં. તે પોતાના પર્ફોર્મન્સને લઈને ચિંતા થઈ શકે છે. ખાસ કરીને તે કોઈ નવી પોઝિશન કે ટેકનિક ટ્રાય કરી રહી હોય.
4. શું હું આ પળને એન્જોય કરી રહી છું?
મહિલાઓ જ્યારે સેકસ કરે છે તો તે પણ જુએ છે કે શું તે આ પળને એન્જોય કરી રહી છે. તે પાર્ટનરના પર્ફોર્મન્સનું પણ આકલન કરે છે.
5. ઈમોશનલ અટેચમેન્ટ
ઘણી મહિલાઓ સેક્સને માત્ર શારીરિક જ નહીં, પરંતુ ઇમોશનલ જોડાણ પણ માને છે. તે આ દરમિયાન પોતાના પાર્ટનર સાથે જોડાણ અનુભવે છે.
6. શું મારો પાર્ટનર મને પ્રેમ કરે છે?
સેકસ દરમિયાન પોતાના પાર્ટનરને પ્રેમ અને કેર અનુભવવાનો પ્રયત્ન કરતી હોય છે. તે વિચારે છે કે શું તેનો પાર્ટનર તેને ખરેખર પ્રેમ કરે છે કે ફક્ત ફિઝિકલ અટ્રેક્શન છે.
7. હવે પછી શું થશે?
અમુક મહિલાઓ સંભોગ દરમિયાન કે તે પછી શું થશે, તેને લઈને પણ વિચારી શકે છે. આ બધુ તે તેમના રિલેશનશિપ માટે નેક્સ્ટ સ્ટેપ, કોઈ સિરિયસ કમિટમેન્ટને લઈને વિચારે છે.
8. શું હું સેફ છું?
સેફ્ટી અને કમ્ફર્ટ પણ મહિલાઓ માટે એક મોટું ફેક્ટર હોય છે. તે આ વિશે વિચારી શકે છે કે શું તે સેફ છે, શું પ્રોટેક્શનનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે?