જો વાત મહિલાની કરવામાં આવે તો, કેટલીક મહિલાઓ શારીરિક સંબંધ બનાવતી વખતે નર્વસ થઈ જાય છે અને આની સીધી અસર તે મહિલા પર પડે છે. આવું થવાથી તેમની ઈચ્છાઓ મનમાં જ રહી જાય છે અને પાર્ટનર સાથેના સંબંધમાં પણ કડવાશ જોવા મળે છે. તો ચાલો જાણીએ કે, મહિલાઓ શારીરિક સંબંધ બનાવતી વખતે શું-શું ભૂલ કરે છે?
શરીર વિશે વિચારવું
કેટલીકવાર મહિલાઓ એવું વિચારે છે કે, તેમનું શરીર કેવું છે? શરીરનો રંગ કેવો અને તેમાંથી મહેક આવશે કે નહીં? આવા ઘણા બધાં વિચારો મહિલાના મનમાં ચાલતા હોય છે, પરંતુ તેમના અંગે આવું કોઈ ખરેખરમાં વિચારતું જ નથી. બસ આ તેમનો એક વહેમ છે. ફિઝિકલ રિલેશન દરમિયાન મહિલાનો મૂડ વધારે મહત્વ રાખે છે.
ઉત્તેજનાનો દેખાડો
કેટલીક મહિલાઓ ફ્કતને ફક્ત દેખાવ જ કરે છે કે, તે ફિઝિકલ રિલેશનમાં ખુશ છે. આવી ઘટનામાં મહિલાઓ પોતાના કરતા વધારે તેમના પાર્ટનર અંગે વિચારે છે. જો કે, આવું કરવું યોગ્ય છે જ નહીં. તમારે તમારા પાર્ટનર જોડે આ અંગે વાત કરવી અને કહેવામાં કોઈ જ શરમ ન રાખવી. જેટલું વધારે ખૂલીને તમે તમારી સમસ્યા અંગે વાત કરશો તેટલું જ તમારા અને તમારા પાર્ટનર માટે સારું રહેશે.
લુબ્રિકન્ટનો ઉપયોગ ન કરવો
કેટલીક મહિલાઓ જ્યારે શારીરિક સંબંધ બાંધે છે, ત્યારે તે દરમિયાન તેઓ દુખાવો અનુભવે છે. પેનેટ્રેશન દરમિયાન ફ્રીક્શન થાય છે, તે દરમિયાન મહિલાને દુખાવો થાય છે. આ દુખાવાના લીધે શારીરિક સંબંધ જોઈએ તેવો નથી બનતો. આવું થાય ત્યારે મહિલાઓએ લુબ્રિકન્ટનો ઉપયોગ કરવો જોઈએ પણ મહિલાઓ આવું નથી કરતી અને શરમ અનુભવે છે. લુબ્રિકન્ટનો ઉપયોગ કરવાથી શારીરિક સંબંધનો અનુભવ ઘણો સારો થાય છે.
પાર્ટનરની વાતમાં ‘હા’ કરવું
મહિલાઓ શારીરિક સંબંધને લગતી જે પણ વાત હોય તેના અંગે ખૂલીને વાત નથી કરતી. તેઓ ફક્ત પુરુષોના કહેવા મુજબ જ શારીરિક સંબંધ બાંધે છે. જો કે, આ બાબત તમને સંતોષ નથી કરતી અને ના તો તમારા પાર્ટનરને. એક સારો એવો શારીરિક સંબંધ બનાવવા તમારે તમારા પાર્ટનર જોડે ખૂલીને વાત કરવી પડશે. આવું કરવાથી તમારા વચ્ચેની ફિઝિકલ કૅમિસ્ટ્રી સારી બને છે.
તમારી તરફથી કોઈ જ પ્રયાસ ન કરવો
અમુક મહિલાઓ એવું વિચારે છે કે, શારીરિક સંબંધમાં બધા જ પ્રયાસો ફક્ત પુરુષો કરે. આવું શરૂઆતમાં તો યોગ્ય છે પણ સમય પસાર થતાં આ વસ્તુ યોગ્ય નથી. શારીરિક સંબંધ બાંધવા તમારે પણ પ્રયાસો કરવા અને તેને સ્પેશિયલ બનાવવું. આ ક્ષણ માટે તમારે સ્પેશિયલ કપડાં પહેરવા અને તમારા પાર્ટનરને વચ્ચે-વચ્ચે પ્રેમ આપવો. આવું કરવાથી તમારો સંબંધ વધુ ગાઢ બનશે.