પત્નીઓને સાગમટે બેવફાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુપીના ગોરખપુરમાં પોલીસે એક હોટલમાં દરોડા પાડ્યાં તેમાં રુમમાં ઘણી પરણેલી મહિલાઓ પોતપોતાના લવર સાથે રંગરેલિયા મનાવતી ઝડપાઈ હતી. આ જોઈને પોલીસે પણ શરમ આવી ગઈ હતી. હકીકતમાં પોલીસ એક યુવાનની પત્નીની બેવફાઈની ફરિયાદ પર તપાસ કરવા હોટલ પહોંચી હતી અને પીડિત પતિની પત્નીનીની શોધ કરવા હોટલની રુમ ખોલાવી પરંતુ ત્યાં અંદર આ પત્ની તો ન મળી પરંતુ અંદર બીજી 4 પત્નીઓ લવર સાથે રંગરેલિયા મનાવતી જોવા મળી હતી.
ગોરખપુરના યુવાને 112 પર કર્યો હતો ફોન
રખપુરના એક યુવકે ડાયલ-112 પર કોલ કરીને કંઈક એવું કહ્યું જેનાથી બધા દંગ રહી ગયા. યુવકે પોલીસને જણાવ્યું કે તેની પત્ની દરરોજ તેની સાથે જૂઠું બોલે છે અને ઘર છોડીને તેના પ્રેમી સાથે ફરે છે. યુવકે કહ્યું કે જ્યારે તે આનો વિરોધ કરે છે ત્યારે તેની પત્ની તેને ધમકી આપે છે અને જ્યારે તે તેના પ્રેમી સાથે પકડાય ત્યારે જ બોલવાનું કહે છે. તેને સમાચાર મળ્યા છે કે આજે પણ તે તેના પ્રેમી સાથે એક હોટલમાં પહોંચી છે. મને એકલા જવાની બીક લાગે છે. તમે મારી સાથે આવો અને બંનેને રંગે હાથે પકડો. આ પછી પોલીસ અંદર ગઈ હતી અને ત્યારે પત્નીઓ રંગરેલિયા મનાવતી જોવા મળી હતી.
ફરિયાદની પત્ની તો ન મળી પરંતુ બીજી નવ પત્નીઓ મળી
પોલીસે જ્યારે એક રૂમ ખોલ્યો ત્યારે એક પરિણીત મહિલા તેના પાર્ટનર સાથે બહાર આવી હતી, પરંતુ તે ફરિયાદી નહીં પરંતુ કોઈ અન્યની પત્ની હતી. આ પછી પોલીસે હોટલના અન્ય રૂમ ખોલ્યા તો ઘણી પરિણીત મહિલાઓ તેમના પ્રેમીઓ સાથે મસ્તી કરતી જોવા મળી. રૂમની અંદરનો નજારો એવો હતો કે પોલીસ પણ શરમાતી હતી. પોલીસે બધાને રૂમમાંથી બહાર કાઢ્યા અને યુવકને તેની પત્નીની ઓળખ કરાવી, પરંતુ તેની પત્ની આ હોટલમાં મળી ન હતી. પોલીસે હોટલમાંથી નવ યુગલોને પકડ્યા હતા. આ વાતની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓએ પણ હોબાળો મચાવ્યો હતો. આ પછી પોલીસે તમામને કસ્ટડીમાં લીધા અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. પોલીસે હોટલ સંચાલકની પણ અટકાયત કરી હતી.
હોટલવાળા પૈસા લઈને કપલને રુમ આપતાં
પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે હોટલ સંચાલકે હોટલમાં આવતી મહિલાઓ અને યુવકો પાસેથી ઓળખ કાર્ડ લીધા હતા. આ પછી દરેકને હોટલના રૂમ આપવામાં આવ્યા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હોટલની અંદર ઘણા દિવસોથી આવી ગતિવિધિઓ ચાલી રહી હતી. પોલીસનું કહેવું છે કે હોટલ સંચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના હાથે ઝડપાયેલી મહિલા અને યુવકને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.