છેલ્લા થોડા દિવસોથી રોહિત શર્માના રિટાયરમેન્ટનો મુદ્દો ખૂબ જ ચર્ચાયો હતો, એ પછી ક્રિકેટના દરેક ચાહકોના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો છે એક રોહિત શર્મા હજુ કેટલા દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે? ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે આ સવાલનો જવાબ હવે મળી ગયો છે. રોહિત શર્મા વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ આ મહાન ખેલાડી ચેમ્પિયન્સ ટ્રોફી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમે, એટલે કે આ ટુર્નામેન્ટ પછી તેમની કારકિર્દીનો અંત થઈ જશે.
11 જાન્યુઆરીએ યોજાયેલી BCCI પસંદગીકારોની બેઠકમાં રોહિત શર્માએ પણ ભાગ લીધો હતો, જેમાંથી એવા સમાચાર આવ્યા હતા કે આ ખેલાડી ત્યાં સુધી કેપ્ટન રહેશે, જ્યાં સુધી ટીમને બીજો કેપ્ટન મળી ન જાય, પરંતુ એક અખબારના અહેવાલ મુજબ, ચેમ્પિયન્સ ટ્રોફી રોહિતની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હશે.
એક અહેવાલ અનુસાર, રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર નહીં જાય. ચેમ્પિયન્સ ટ્રોફીના ખતમ થવાની સાથે જ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર વિરામ લાગી જશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાએ ત્રણ લીગ મેચ રમવાની છે. છેલ્લી લીગ મેચ 2 માર્ચે રમાશે. જો ટીમ સેમિફાઇનલમાં નહીં પહોંચે, તો 2 માર્ચ રોહિતના આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો છેલ્લો દિવસ હોઈ શકે છે. અને જો ટીમ સેમિફાઇનલમાં બહાર થઈ જાય છે, તો 4 માર્ચ રોહિત શર્મા છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી શકે છે. જો ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો 9 માર્ચ રોહિતના કરિયરનો છેલ્લો દિવસ હોઈ શકે છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ પર નહીં જાય રોહિત
તાજેતરમાં, રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મોટા ફ્લોપ સાબિત થયા. સિડની ટેસ્ટમાં, તેમણે પોતાને પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખ્યા હતા, તેમ છતાં ટીમ આ સીરીઝ હારી ગઈ હતી. એવામાં તેમના માટે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જવું મુશ્કેલ જ છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી, ટીમ ઇન્ડિયાએ 2027 માં વર્લ્ડ કપ રમવાનો છે અને રોહિત 38 વર્ષના થઈ ચુક્યા છે, તો એવામાં તેમના માટે 40 વર્ષની ઉંમરે વર્લ્ડ કપ રમવો મુશ્કેલ જ લાગી રહ્યું છે, આ જ કારણ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માનવામાં આવી રહી છે.