રશિયા અને ગૂગલ વચ્ચે લડાઈ ચાલી રહી છે , જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. રશિયાએ ગૂગલ પર 2 અનડિસિલિયન રૂબલ એટલે કે લગભગ 2.5 ડિસિલિયન ડોલરનો દંડ લગાવ્યો છે.
એક અનડિસિલિયન એક એવી રકમ છે જેની પાછળ 66 શૂન્ય લાગે છે. રશિયાએ ગુગલ પર જે દંડ લગાવ્યો છે તે પૃથ્વી પરની કુલ સંપતિ કરતા પણ વધારે છે. વિશ્વ બેંકના ડેટા અનુસાર, વિશ્વની કુલ જીડીપી $100 ટ્રિલિયન છે. આ દંડ ચૂકવવા માટે તે Google ની ક્ષમતામાં નથી કારણ કે તેનું માર્કેટ કેપ $2.096 ટ્રિલિયન છે.
રશિયા અને ગૂગલ વચ્ચે શા માટે લડાઇ ફાટી નીકળી?
વાસ્તવમાં, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગૂગલે લગભગ ચાર વર્ષ પહેલા ક્રેમલિન તરફી અને સરકારી મીડિયા આઉટલેટ્સ જારગ્રેડ ટીવી અને આરઆઈએ ફેનના યુટ્યુબ એકાઉન્ટને બેન કરવાનું શરૂ કરી દીધું હતું કાયદા અને બિઝનેસ નિયમોના ઉલ્લંઘનના આરોપ સાથે ગૂગલે આ કાર્યવાહી કરી હતી, ત્યારબાદ ગૂગલે દરરોજ 100,000 રુબેલ્સનો દંડ લગાવવાનું શરૂ કર્યું.
કોર્ટે દંડ પણ ફટકાર્યો હતો
આ પછી મામલો મોસ્કો કોર્ટમાં પહોંચ્યો. જ્યાં કોર્ટે ગૂગલને ઠપકો આપ્યો હતો અને આ એકાઉન્ટ્સને રિસ્ટોર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ કોર્ટે ગૂગલ પર દંડ પણ લગાવવાનું શરૂ કર્યું છે. કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલે નવ મહિનાની અંદર દંડ ચૂકવવો પડશે. જો આમ નહીં થાય તો તેણે દરરોજ 100,000 રૂબલ દંડ ભરવો પડશે.
17 ટીવી ચેનલો પ્રભાવિત
જો કે ગૂગલ તે સમયે આ દંડ ચૂકવી શક્યું હોત, પરંતુ 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. YouTube એ પછી પગલાં લીધાં અને અન્ય મીડિયા આઉટલેટ્સ રશિયા 24, NTV, RT, સ્પુટનિક અને અન્યના એકાઉન્ટ્સને અવરોધિત કર્યા. જેના કારણે રશિયાની 17 ટીવી ચેનલો પ્રભાવિત થઈ હતી. તમામ ચેનલોએ પણ ગૂગલ પર દાવો માંડ્યો.
Google ના લક્ષ્ય પર રશિયન એકાઉન્ટ્સ
આ પછી, Google LLC એ 2022 માં નાદારી માટે અરજી કરી કારણ કે તેનું દેવું વધીને 19 અબજ રુબેલ્સથી વધુ થઈ ગયું. તે સમયે ગૂગલ પાસે રશિયામાં માત્ર 3.5 બિલિયન રુબેલ્સની સંપત્તિ હતી. ગૂગલની કાર્યવાહી પણ ગયા મહિને શરૂ થઈ હતી. કંપનીએ રશિયામાં રહેતા લોકો માટે નવા એકાઉન્ટ બનાવવા પર નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું. કંપનીએ લગભગ એક મહિના પહેલા વધુ એક મોટો નિર્ણય લીધો હતો. તેણે રશિયામાં AdSense એકાઉન્ટને નિષ્ક્રિય કરવાનું શરૂ કર્યું.