વર્ષ 2024 ખતમ થવાને આડે ગણતરીના દિવસો જ બચ્યા છે, ત્યારે વર્ષના છેલ્લા અઠવાડિયામાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ના અંગત જીવનમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયામાંથી પહેલાથી જ બહાર રહેલા યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ના હવે પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) સાથેના સંબંધો બગડવાના સંકેત દેખાઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા 4 વર્ષથી એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયેલા ચહલ અને ધનશ્રી એકબીજાથી અલગ થઈ ગયા છે. બંનેની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ આ જ સંકેત આપી રહી છે કે બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે.
એનિવર્સરી પર વધી શંકા
સ્ટાર લેગ સ્પિનર ચહલે (Yuzvendra Chahal) 2020 માં કોરોનાવાયરસના કારણે લોકડાઉન દરમિયાન ધનશ્રી (Dhanashree Verma) સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. ત્યારથી, બંને દરેક જગ્યાએ સાથે જોવા મળતા હતા અને દર વર્ષે તેમની એનિવર્સરી પર એકબીજાને શુભેચ્છા પાઠવતા હતા. ગયા વર્ષે પણ બંનેએ એકબીજાને ત્રણ વર્ષ પૂરા થવા પર શુભેચ્છા પાઠવી હતી, પરંતુ આ વખતે ચહલ કે ધનશ્રીએ એવું કર્યું નથી. બંનેએ 22 ડિસેમ્બર 2024 ના રોજ તેમની ચોથી એનિવર્સરી પર સોશિયલ મીડિયા પર એકબીજા માટે કંઈપણ પોસ્ટ ન કર્યું.
એક ટ્વીટમાં થયો બંનેના અલગ થવાનો દાવો
એનિવર્સરી પર આ એક ઘટનાને કારણે તેમના અલગ થવાની અફવાઓ વધુ તેજ બની છે. એટલું જ નહીં બોલિવૂડના નિર્માતા અને ફિલ્મ સમીક્ષક કમાલ આર ખાને (KRK) પણ તેમના અલગ થવાનો દાવો કર્યો છે. KRK એ બંનેની એનિવર્સરી એટલે કે 22 ડિસેમ્બરે એક પોસ્ટ કરીને લખ્યું કે તેને શરૂઆતથી જ ખબર હતી કે ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી (Dhanashree Verma) ના લગ્ન લાંબા સમય સુધી નહીં ચાલે અને હવે તેઓ બંને અલગ થઈ ચુક્યા છે.
When Cricketer Chahal got married with Actress Dhanashree Verma, then only I predicted about their divorce. And finally, they are separated. Chahal looks like a Maha Lukka and Dahnashree is a very hot girl. So Chahal was 100% wrong to marry her.
— KRK (@kamaalrkhan) December 22, 2024
ઘણા મહિનાઓથી નથી દેખાયા સાથે
કેઆરકેની વાતમાં કેટલી હકીકત છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ધનશ્રી અને ચહલ (Yuzvendra Chahal) ની સોશિયલ મીડિયા એક્ટિવિટી ચોક્કસપણે આ દાવાને બળ આપી રહી છે. થોડા મહિનાઓ પહેલા સુધી, ચહલ અને ધનશ્રી (Dhanashree Verma) અવારનવાર ફોટો પોસ્ટ કરતા હતા અને સ્ટોરી શેર કરતા હતા, પરંતુ ઘણા અઠવાડિયાથી બંને કોઈ પણ પોસ્ટમાં સાથે જોવા મળ્યા નથી. ધનશ્રીએ પણ ચહલ સાથેનો છેલ્લો ફોટો 25 ઓગસ્ટે પોસ્ટ કર્યો હતો, જ્યારે ચહલે 27 સપ્ટેમ્બરે ધનશ્રીને તેના જન્મદિવસે એક ફોટો પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી.
સોશિયલ મીડિયા એક્ટિવિટીથી પણ મળ્યા સંકેતો
આટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસોમાં ચહલે (Yuzvendra Chahal) તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક એવી પોસ્ટ્સ કરી છે, જે એવા સંકેત આપી રહ્યી છે કે તેઓ આ સમયે એકલા છે. આ પછી પણ બંનેએ ઘણી તસવીરો પોસ્ટ કરી છે પરંતુ એકમાં પણ બંને એકસાથે નથી. એટલું જ નહીં, ધનશ્રી (Dhanashree Verma) એ પણ ચહલના છેલ્લા કેટલાક ફોટો પર કોઈ રિએકશન આપ્યું નથી, જયારે ચહલે છેલ્લા એક મહિનામાં પોસ્ટ કરેલ ધનશ્રીના કોઈપણ ફોટા પર ન તો લાઈક કર્યું છે કે ન તો કોમેન્ટ કરી છે. હવે સત્ય શું છે તે માત્ર તેઓ જ કહી શકે છે, પરંતુ હાલમાં તમામ સંકેતો દર્શાવે છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી.