રોહિત શર્મા બેંગલુરુમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં એક રસપ્રદ ઘટનાને કારણે ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ફેન રોહિતને RCBમાં આવવા વિનંતી કરી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રોહિતે પ્રથમ દાવમાં માત્ર 2 રન બનાવ્યા હતા પરંતુ બીજી ઈનિંગમાં તેણે 52 રનની અડધી સદી ફટકારી હતી.
રોહિત શર્માનો વાયરલ વીડિયો ચોથા દિવસની રમત સમાપ્ત થયા બાદ લેવામાં આવ્યો હતો. રોહિત મેદાન છોડીને જઈ રહ્યો હતો જ્યારે એક પ્રશંસકે તેને પૂછ્યું કે, તે IPL 2025 માટે કઈ ટીમમાં સામેલ થવાનો છે. રોહિતે જવાબ આપ્યો કે, ફેન તેને કઈ ટીમમાં મોકલવા માંગે છે ? ત્યારપછી આવેલા ચાહકોની પ્રતિક્રિયાએ ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. પેલા ચાહકે કહ્યું, “ભાઈ, RCBમાં આવો, યાર.” જોકે રોહિત શર્મા કંઈ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો.
Izzat se bol pic.twitter.com/KHbWvkZYbS
— poetvanity (@PoetVanity__) October 19, 2024
શું MI રોહિત શર્માને જાળવી રાખશે?
BCCIએ થોડા દિવસો પહેલા તેની રિટેન્શન પોલિસી બહાર પાડી હતી જેના હેઠળ એક ટીમ 5 ખેલાડીઓને જાળવી શકે છે અને તે સિવાય તે એક ખેલાડી પર રાઈટ ટુ મેચ (RTM) કાર્ડ પણ રમી શકે છે. ટીમ પોતાની અનુકૂળતા મુજબ રિટેન કરેલ અને RTM ખેલાડીઓની સંખ્યા બદલી શકે છે. હવે IPLની તમામ ટીમોએ 31મી ઓક્ટોબર સુધીમાં BCCIને તેમની રિટેન્શન લિસ્ટ સબમિટ કરવાની રહેશે.
એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, IPL 2025ની મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્મા, સૂર્યકુમાર, યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને રિટેન કરી શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે ગત સિઝનમાં રોહિતને કેપ્ટન્સીમાંથી હટાવીને કેપ્ટનશિપનો બોજ હાર્દિક પંડ્યાના ખભા પર નાખવામાં આવ્યો હતો.